GSTV

દિલ્હીમાં પોલીસ બની લાચાર : 10 લોકોનાં મોત, 156 લોકો ઘાયલ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઇને ભડકેલી હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ હિંસક અથડામણો થઇ હતી. જેમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે.  ઘણા વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી. મૌજપુરમાં મેટ્રો સ્ટેશનની પાસે બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી.

આ દરમિયાન એક મીડિયાકર્મીને ગોળી વાગવાથી તે ઘાયલ થઇ ગયો હતો. ટોળાએ ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારમાં પણ પથ્થરમારો કર્યો હતો. ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત અનેક વાહનમાં આગ લગાવી દેવાઇ હતી. અત્યાર સુધીની હિંસામાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 56 પોલીસકર્મી અને 100થી વધુ નાગરીકો સામેલ છે. ઉપરાંત ત્રણ ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિલ્હીની જીટીબી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે સોમવારે પાંચ લોકોના અને મંગળવારે ચાર લોકોના મોત નિપજ્યા હતા.  દિલ્હીના શાહદરાની નજીક આવેલા ગોરખ પાર્ક ગલી નંબર-1માં ઉપદ્રવીઓએ કાપડના એક શો રૂમમાં આગ લગાવી દીધી. ગોકલપુરીથી ખજૂરી ચોક સુધી અજંપાભરી શાંતિ જોવાઇ. જ્યારે કે સૌથી વધુ તણાવ જાફરાબાદથી લઇને વિજય પાર્ક સુધી જોવાયો. આ વિસ્તારમાં મંગળવારે સવારમાં જ હિંસાના અહેવાલો સામે આવ્યા. મૌજપુર અને બાબરપુર વિસ્તારમાં બે જૂથો સામ સામે આવી જતાં પથ્થરમારો થયો.  

મૌજપુર વિસ્તારમાં સોમવારે રાત્રે પણ દુકાનોમાં આગચંપી, તોડફોડ અને લૂંટફાટ થઇ હતી તેમજ લોકો સાથે મારપીટની ઘટનાઓ બની હતી. ઘોડા ચોક પાસે એક મિનિબસ અને છ ઇ-રિક્શામાં આગચંપી કરવામાં આવી હતી. હિંસાથી સૌથી પ્રભાવિત મૌજપુર સહિત ઘણા વિસ્તારોમાં તણાવ યથાવત છે. જો કે પોલીસે દાવો કર્યો છે કે હિંસા ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો બીજી તરફ તણાવના કારણે શાળા-કોલેજ બંધ રહ્યા. તેમજ લોકો પણ ઘરમાંથી બહાર નીકળ્યા નહીં. ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોના પોઝિટીવ આવેલા 5 વ્યક્તિઓના નામ અને સરનામા થયા જાહેર, રાખજો સાવચેતી

Karan

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!