GSTV

દિલ્હી હિંસા : અંધાધૂંધ થયું છે ફાયરિંગ, 82માંથી 21 જણાના થયાં મોત

delhi violance

દિલ્હી હિંસામાં ગોળીબાર કરાયેલા 82 લોકોમાંથી 21 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં હેડ કોન્ટેબલ રતન લાલ પણ સામેલ છે જેમનું સોમવારે અવસાન થયું હતું. પોલીસે અત્યાર સુધી મૃતકો અને ઘાયલોની 250 લોકોની સૂચી તૈયાર કરી છે તે મુજબ દર ત્રણમાંથી એક વ્યક્તિ ગોળી વાગવાની કારણે ઘાયલ થયો છે. તેના પરથી પોલીસ તોફાની સૂત્રોની તપાસ કરી રહી છે કે કેટલા પાસે બંદૂકો હતી.

ગુરૂવાર સુધી મૃતકોની સંખ્યા 38 સુધી પહોંચી

જોકે ગુરૂવાર સુધી મૃતકોની સંખ્યા 38 સુધી પહોંચી ગઈ હતી જેમાંના 29 મૃત દેહોની ઓળખ કરાઈ ચૂકી છે. ગોળી વાગવાથી ઘાયલ થયેલા લોકો સીવાય પીડિતોની સૂચી એ બતાવે છે કે આગ લાગવાને કારણે  એક વ્યક્તિની મોત થઈ છે.

એસિડ અટેક અને ચાકુ મારવાની ઘટનાઓ પણ આવી સામે

ઉપરાંત કેટલાક અન્ય એસીડ અટેક અને ચાકૂ બાજી પણ થઈ છે. તો કેટલાક આંસુ ગેસથી પણ ઘાયલ થયા છે. પોલીસને હિંસા સ્થળ પરથી 350થી વધુ વપરાયેલા કારતૂસ મળી આવ્યા છે. તપાસ દરમિયાન, 0.32 મીમી, 0.9 મીમી અને 0.315 મીમી કેલિબરના કારતુસ તેમજ રમકડાના કારતુસ પણ ઘટના સ્થળેથી મળી આવ્યા છે.

પોલીસે દરોડા શરૂ કર્યા પણ મોટાભાગના ભાગી ગયા

ઉલ્લેખનીય છે કે ‘પોલીસને પૂરતા પુરાવા મળ્યા છે કે ભૂતકાળમાં લૂંટફાટ, ધાડ અને સ્નેચિંગ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા સ્થાનિક ગુનેગારો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી કે જેઓ હથિયાર અને દારૂગોળો ખરીદી અને વિતરણમાં સામેલ હતા. પોલીસે તેમના ઘરો અને અન્ય જગ્યાએ દરોડા શરૂ કર્યા છે. જોકે તેમાંના ઘણા ભાગી ગયા છે. “

READ ALSO

Related posts

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah

Coronaનો પ્રચંડ પ્રકોપ: દુનિયામાં મૃત્યુઆંક 95 હજારને પાર, 24 કલાકમાં 84 હજારથી વધુ સંક્રમિત

Bansari

કોરોનાનો કહેર: અમદાવાદમાં 58 સહિત ગુજરાતમાં એક જ દિવસમાં 95 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!