GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

દિલ્હી હિંસા: સરકારનો મહત્વનો નિર્ણય, નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ

દેશની રાજધાનીમાં નાગરિકતા કાનૂનના સમર્થન અને વિરોધ વચ્ચે થયેલી ઉગ્ર હિંસાએ ઉત્તર પૂર્વીય દિલ્હી અને પૂર્વીય દિલ્હીના કેટલાક ભાગોને પોતાની ચપેટમાં લઈ લીધો હતો, ત્યારે આ હિંસક પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાઓ પર ભારે પથ્થરમારો કર્યો, ગાડીઓમાં આગચંપી કરી અને એક જગ્યાએ તો પ્રદર્શનકારીએ જાહેરમાં ફાયરિંગ કરતા જોવા મળ્યો હતો.

ઉત્તર પૂર્વીય દિલ્હી અને પૂર્વીય દિલ્હીના કેટલાક ભાગોમાં ઉગ્ર હિંસક પ્રદર્શન

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને સોમવારે ફરી હિંસા ભડકી ઊઠી હતી. જેમાં CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા સમર્થકો અને વિરોધીઓ આમને સામને આવ્યા હતા,જેમાં સોમવારે દિલ્હીના મૌજપુરમાં બંને તરફથી ઉગ્ર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ અને બે નાગરિકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. જેમાં ત્રીજા મૃતકનું નામ શાહિદ હોવાની ઓળખ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીના તંગ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક હેડ કોન્સ્ટેબલ અને બે નાગરિકોનાં મોત

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ બેકાબૂ બની ગઈ છે. CAA સામે થઈ રહેલા પ્રદર્શનમાં સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે. સોમવારે દિલ્હીમાં મૌજપુરમાં જોરદાર પથ્થરમારા બાદ કેટલીક ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે અને ભજપનપુરામાં એક પેટ્રોલપંપ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા.

હિંસાને જોતા ઉત્તર પૂર્વીય દિલ્હીમાં દિલ્હી સરકારે આજે શાળાઓમાં રજા જાહેર

હિંસાને જોતા ઉત્તર પૂર્વીય દિલ્હીમાં દિલ્હી સરકારે આજે શાળાઓમાં રજા જાહેર કરી છે. એટલે કે આજનાં રોજ શાળાઓમાં પરીક્ષા નહી લેવાય. જો કે બોર્ડની પરીક્ષાઓને લઈને દિલ્હી સરકારને કેન્દ્રની લીલીઝંડી મળવાની રાહ છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી આ જાહેરાત કરી છે. ત્યારે આ ટ્વિટ બાદ જ સીબીએસઈએ નિવેદન જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે, નોર્થ ઈસ્ટ દિલ્હીના કોઈ પણ કેન્દ્ર પર મંગળવારે બોર્ડની પરીક્ષા નહી યોજાય. મંગળવારે 12મા ધોરણના ચાર વોકેશનલ સબ્જેક્ટની પરીક્ષા છે. જેના માટે 18 પરીક્ષા કેન્દ્ર નિર્ધારિત છે અને આ બધુ પશ્ચિમી દિલ્હીના વિસ્તારમાં છે. આ નિવેદન સીબીએસઈના પીઆરઓ રામા શર્મા તરફથી આવ્યું છે.

READ ALSO

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!