દિલ્હી વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે,ચુંટણીની તારીખોની જાહેરાત પહેલા જ દિલ્હીમાં આ વખતે બે મુદ્દા પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, પહેલું એ કે આ ચુંટણીમાં બીજેપીનાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, અને બીજુ કે CAAની આ ચુંટણીઓમાં શું અસર થશે. દિલ્હીમાં આપ, બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય સંઘર્ષ થશે, આપ દ્વારા અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રીનાં પદ માટે મેદાનમાં હશે, જ્યારે બીજેપીએ હજી સુધી મુખ્યમંત્રીનાં પદ માટેનો તેનો ચહેરો રજુ કર્યો નથી. આ ચુંટણીઓમાં નાગરિક્તા સુંધારા કાયદો અને જેએનયુમાં થયેલી બબાલને બીજેપી મોટો મુદ્દો બનાવવાની છે, બીજેપી આક્રમક્તા સાથે મુદ્દો ઉઠાવી પણ રહી છે, જ્યારે આપ આ મુદ્દે ફુંકી-ફુંકીને પગલા ભરી રહી છે.

મોદીનાં ચહેરા પર ચુંટણી લડશે બીજેપી
બીજેપીનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રવિવારે દાવો કર્યો હતો કે પાર્ટી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની બનશે, એવુ મનાય છે કે પાર્ટી કોઇ ચહેરા વગર જ ચુંટણી લડી શકે છે. આ નિવેદનને મુખ્યમંત્રીનાં ચહેરા માટે ચાલી રહેલી અટકળોને ખતમ કરવાનાં પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યું છે,સત્તારૂઢ આપ બીજેપીને મુખ્યમંત્રીના પદ માટેનો ઉમેદવાર જાહેર કરવાનો સતત પડકાર ફેંકી રહી છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે પાર્ટી ચુંટણી દરમિયાન આંતરીક મતભેદોથી બચવા માટે સીએમ ઉમેદવારની ઘોષણા કરવાથી અટકી રહી છે, અમિત શાહે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો તે પછી હવે એ અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી વિધાનસભા ચુંટણી સામુહિક નેતૃત્વમાં લડી શકે છે.


CAA અને JNU મુદ્દાની ચુંટણીમાં અસર
નાગરિક્તા સુધારા કાયદા (CAA) અંગે કેજરીવાલ સરકાર ફંકી-ફુંકીને પગલા ભરી રહી છે, પાર્ટીને આ બાબતનો ડર છે કે તેનાથી ધ્રુવીકરણ થઇ શકે છે, તે માટે જ આપ વિકાસનાં કામોને આગળ વધારવાને પ્રોત્સાહન આપી રહી છે, અને દરેક સપ્તાહે પોતાના કાર્યોનું રિપોર્ટ કાર્ડ રજુ કરી રહી છે.આપ સાંસદમાં અને સંસદ બહાર સીએએનાં મુદ્દા પર કેન્દ્ર પર હુમલા કરી રહી છે, તે સાથે જ તે સાવચેતીપુર્વક ચાલી રહી છે, કેમ કે હિંદુ મતદારોનું જોખમ તે લેવા માગતી નથી. બીજેપી સીએએ અને જેએનયુનાં મુદ્દા પર ખુબ જ આક્રમકતા સાથે આપ અને કોંગ્રેસ પર હુમલા કરી રહી છે,તેવુ મનાય છે કે આ ચુંટણીમાં દિલ્હીમાં હિંસા અને જેએનયુ બબાલ અસર જોવા મળી શકે છે.

અમિત શાહનાં કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો
અમિત શાહ સતત કેજરીવાલ પર હુમલો કરી રહ્યા છે, ગૃહમંત્રી શાહ સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલને નિશાન બનાવતા કહ્યું કે દિલ્હીમાં આપની સરકારે ગરીબ અને ગામને નુકસાન પહોચાડ્યું છે. તેમણે કહ્યું કે ‘ દરેક વચનનાં જવાબમાં આપ સરકાર જુઠ્ઠાણું અને જાહેરાતોની મદદ લે છે, કેજરીવાલ સરકારે 5 મહિનામાં તમામ જાહેરાતો આપીને વિકાસ માટે આખમાં ધુળ નાખવાનું કામ કર્યું છે’.
READ ALSO
- ડ્રેગન ફ્રૂટ કહો કે કમલમ પણ આ ફળના સેવનથી થતા 6 મહત્વના ફાયદાઓ, આજથી જ શરૂ કરો સેવન
- ગઢડા મંદિરના વિવાદ વચ્ચે ટેમ્પલ બોર્ડના ચેરમેને મહત્વનું નિવેદન, નથી સોંપાયો ચાર્જ
- આજે જ આ સ્ટેપ્સ ફોલો કરો ને મેળવો તદ્દન મફત Flipkart પ્લસ મેમ્બરશિપ, વગર કોઇ ચાર્જે આપના ઘરે આવી જશે સામાન
- 128GB સ્ટોરેજ સાથે Vivo Y31 ભારતમાં થયો લોન્ચ, અહીંયા જાણો કિંમત અને ફીચર્સ
- વડોદરામાં રસીકરણનો પ્રારંભ/ બેંકર હાર્ટ ખાતે ડૉક્ટર્સે લગાવી રસી, વૈષ્ણવાચાર્ય પણ રહ્યા હાજર