GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, આસામ-બિહારમાં પૂર

વરસાદ

વાતાવરણના પલટા સાથે જ દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને પૂરના કારણે લોકોની સ્થિતિ કથળી છે. વરસાદના કારણે પાણીનો ભરાવો થતા નદીઓ જોશીલી બની છે અને કાંઠા ઉભરાવાની તૈયારીમાં છે. ઉત્તર પ્રદેશથી લઈને બિહાર, બંગાળથી લઈને પૂર્વોત્તર, મહારાષ્ટ્રથી લઈને મધ્ય પ્રદેશ અને આસામથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના અનેક વિસ્તારોમાં વરસાદનો કહેર મચ્યો છે. મહારાષ્ટ્રના અકોલામાં મૂશળધાર વરસાદે રેકોર્ડ તોડ્યો છે તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં નદીઓ તાંડવ મચાવી રહી છે. અકોલા શહેરમાં છેલ્લા થોડા કલાકોમાં જ ચાર મિલીમીટર વરસાદ રેકોર્ડ થયો છે.

હાલ પહાડીઓ પર હવામાનનો બેવડો માર પડી રહ્યો છે કારણ કે એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર પહાડ ધસવાના કારણે લોકોમાં ભય વ્યાપ્યો છે. હકીકતે ચમોલીમાં ઋષિકેશ જવા અને ઋષિકેશથી બદરીનાથ આવવા માટે નેશનલ હાઈવે-58 એક માત્ર રસ્તો છે અને જો તે બંધ થઈ જાય તો લોકોની મુશ્કેલી વધી જાય છે. આ તરફ બિહાર પણ વરસાદ અને પૂરના કારણે ઘેરાઈ ગયું છે. નેપાળ દ્વારા પાણી છોડવામાં આવતા કોસી, ગંડક, બાગમતીમાં પૂર આવ્યું છે. જો કે દેશની રાજધાની દિલ્હીમાં પવનના કારણે મોસમ મનમોહક છે અને હવામાન વિભાગે 50થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે કેટલાક સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આગાહી પ્રમાણે પાણીપત, કરનાલ, મેરઠ, હાપુડ, બાગપત, મોદીનગર, હસ્તિનાપુર, શામલી, ગાઝિયાબાદ, નોએડા, ગ્રેટર નોએડા, મુઝફ્ફરનગર, યમુનાનગર, કુરૂક્ષેત્ર, સહરાનપુર, ચંદૌસી, ચાંદપુર, નજીબાબાદ, બિજનૌર, મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોમાં 30થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે.

દિલ્હીનું હવામાન

દેશની રાજધાની દિલ્હીના આકાશમાં ગઈકાલની માફક વાદળો છવાયેલા છે અને હજુ આવું જ હવામાન જળવાઈ રહેશે તેવા અણસાર છે. દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં શનિવારનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને અન્ય સ્થળોએ પણ પારો 35થી 39 ડિગ્રીની વચ્ચે રહેલો. જો કે આજે પવન ફુંકાવાના કારણે તાપમાન નીચું જાય તેવી શક્યતા છે.

આટલા રાજ્યોમાં વરસાદની સંભાવના

સ્કાઈમેટના અહેવાલ પ્રમાણે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને તટીય કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. બિહારના નીચાણવાળા વિસ્તારો, પૂર્વોત્તર ભારત, ઝારખંડ, ઉત્તરી ઓડિશા, ઉત્તરી છત્તીસગઢ, ઉત્તર પૂર્વીય મધ્ય પ્રદેશ, ઉત્તરી પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તે સિવાય જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો અણસાર છે. તમિલનાડુ અને પૂર્વીય રાજસ્થાનના કેટલાક સ્થળે પણ હળવો વરસાદ વરસી શકે છે જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક-બે સ્થળે હળવો વરસાદ પડી શકે છે.

હિમાચલમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગે 17મી જુલાઈ સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. શિમલા હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડિરેક્ટર મનમોહન સિંહના કહેવા પ્રમાણે 17મી જુલાઈ સુધી રાજ્યના મેદાની અને નીચાણવાળા ક્ષેત્રોમાં વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મનાલી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં શનિવારે હળવો વરસાદ વરસ્યો હતો.

આસામમાં પૂરની સ્થિતિ

બિહારમાં નદીઓમાં પાણીના ભરાવાના કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને બલરામપુરમાં રાપ્તી નદી અને પહાડી નાળા છલકાઈ ગયા છે. નેપાળની પહાડીઓ પર સતત મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે. રાપ્તી નદીનું જળ સ્તર જોખમની નિશાની કરતા 12 સેમી ઉપર વહી રહ્યું છે અને તે સતત ઉંચુ જઈ રહ્યું છે. આ કારણે નીચાણમાં આવેલા લગભગ 165 ગામો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અનેક ડઝન ગામનો સંપર્ક માર્ગ પૂરના પાણીમાં ડૂબી ગયો છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના લીધે પૂરની સ્થિતિ પ્રવર્તી છે અને ભારે વરસાદના કારણે રિંગ બાંધ તૂટી ગયો છે.

રાજસ્થાનમાં વરસાદ

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રાજસ્થાનમાં 13 જુલાઈની આસપાસ ફરીથી ચોમાસુ સક્રિય થાય તેવી આશા છે. આ કારણે ચોમાસુ સક્રિય થયા બાદ ત્રણ-ચાર દિવસ હળવો વરસાદ વરસશે. આગામી 13 જુલાઈના રોજ ભરતપુર, ધૌલપુર, કરૌલી, કોટા, અલવર, સવાઈ માધોપુર, બારાં, બૂંદી અને ટોંકમાં વરસાદની આગાહી છે. જો કે રાજસ્થાનના લોકોને જૂનના મુકાબલે જુલાઈ મહીનામાં ગરમીથી થોડી રાહત મળી છે.

READ ALSO

Related posts

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!