GSTV
Gujarat Government Advertisement

નકલી ચેક બનાવી આરોપીએ બે વખત રકમ ઉપાડી, દિલ્હી AIIMSને 12 કરોડનો લગાડ્યો ચૂનો

એઈમ્સને 12 કરોડ રૂપિયાનો ચુનો લગાડીને નકલી ચેક વટાવી લેનારા આરોપીને ઝડપી લેવાની કવાયત પોલીસે શરૂ કરી છે. બે અલગ અલગ એકાઉન્ટના બે જુદા જુદા નકલી ચેકની મદદથી એક જ મહિનામાં આરોપીએ 12 કરોડ રૂપિયા જુદી-જુદી બ્રાન્ચમાંથી ઉપાડી લીધા હતા. એસબીઆઈમાં એકાઉન્ટ હોવાથી તમામ બ્રાન્ચોને એલર્ટ જારી કરવામાં આવ્યો છે. એઈમ્સના ચેક ક્લિયર કરતા પહેલાં હોમ બ્રાન્ચનો સંપર્ક કરવાની તાકીદ થઈ છે. નકલી ચેકની મદદથી એઈમ્સ સાથે 12 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ છે.

એઈમ્સના ડીરેક્ટર પાસે જે એકાઉન્ટ છે એમાંથી સાત કરોડ રૂપિયાની રકમ ભરીને નકલી ચેકથી રૂપિયા વટાવી લેવાયા હતા. ડીન જે એકાઉન્ટ ઓપરેટ કરે છે, તેમાંથી પાંચ કરોડ રૂપિયા નકલી ચેકની મદદથી વટાવી લેવામાં આવ્યાં હતા. એક ચેક મુંબઈની બ્રાન્ચમાં વટાવાયો હતો અને અલ્ટ્રા કિરણોમાંથી પસાર થવા છતાં નકલી છે એવી જાણ થઈ ન હતી. નકલી ચેકની એટલી હદે નકલ કરવામાં આવી હતી કે તેના સીરિયલ નંબર પણ એઈમ્સ પાસે જે ચેકબુક છે એમાં છે.

એ ચેકબુકમાંથી એ સીરિયલ નંબરનો ચેક હજુ સુધી કોઈને આપવામાં આવ્યો ન હતો. 12 કરોડ રૂપિયા વટાવ્યા પછી પણ આરોપીએ દહેરાદૂન, મુંબઈ જેવી બ્રાન્ચમાંથી 29 કરોડ રૂપિયાના નકલી ચેક વટાવવાની કોશિશ કરી હતી, પણ એમાં સફળતા મળી ન હતી. જોકે, 12 કરોડ રૂપિયા તો વટાવી લેવામાં ઠગોને કામિયાબી મળી હતી. એસબીઆઈમાં જ બંને એકાઉન્ટ છે. ચેક ક્લિયર કરતી વખતે એસબીઆઈના સ્ટાફે પ્રોપર પ્રોટોકોલ ફોલો ન કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. ઘટનાની ગંભીરતા જોઈને એસબીઆઈએ દેશભરની બ્રાન્ચોને એલર્ટ કરી છે. એઈમ્સનો ચેક ક્લિયર કરતા પહેલાં હોમ બ્રાન્ચનો સંપર્ક કરવાની તાકીદ થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!