GSTV

ભડકે બળતું દિલ્હી : જેમનો કોઈ વાંક નહોતો તેવા 27 લોકોએ જીવ ગુમાવ્યો

દિલ્હીમાં ભડકેલી હિંસાએ વધુ અનેક નિર્દોશોનો ભોગ લીધો છે. આ પહેલા હિંસામાં ૧૩ લોકો માર્યા ગયા હતા ત્યારે વધુ ૧૪ લોકો પણ આ હિંસામાં માર્યા ગયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે જેને પગલે અત્યાર સુધીમાં કુલ ૨૭ નિર્દોષ નાગરિકોને દિલ્હીની આ હિંસા ભરખી ગઇ છે. બીજી તરફ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, આ હિંસાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે જેથી મોટા પ્રમાણમાં લોકો પલાયણ કરવા મજબુર થયા છે.

આઈબી કર્મચારીનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો

છેલ્લા બે દિવસથી દિલ્હી ભડકે બળી રહ્યું હતું, જેમાં ૨૩ લોકો માર્યા ગયા હતા જ્યારે બુધવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. એક આઇબી કર્મચારીનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. બીજી તરફ પોલીસે સમગ્ર દિલ્હીમાં ફ્લેગમાર્ચ કાઢી હતી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસા બાદ પહેલી વખત આપેલા નિવેદનમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી રહ્યો છું અને પોલીસને યોગ્ય કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે. મંગળવારે મૃતકોની સંખ્યા ૧૩ હતી તે હવે બુધવારે વધીને ૨૭ થઇ ગઇ છે. જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસામાં માર્યા ગયેલા હેડ કોન્સ્ટેબલના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

લોકો ઘર ખાલી કરી રહ્યાં છે

બીજી તરફ દિલ્હી પોલીસે કહ્યું હતું કે ૧૦૬ લોકોની હિંસામાં સામેલ હોવાને કારણે ધરપકડ કરાઇ છે જ્યારે હિંસા હુલ્લડો સંબંધી ૧૮ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસાની સૌથી વધુ અસર છે જેમ કે ચાંદ બાગમાં મોટા પ્રમાણમાં પોલીસ ખડકાઇ હતી અને કોઇ પણ સ્થાનિકને નાગરિકને બહાર નહોતો નિકળવા દેવાયો. જ્યારે ગોકુલપુરીમાં હિંસાના ભયને પગલે લોકો ઘર ખાલી કરી રહ્યા છે અને અન્ય સ્થળે રહેવા માટે જઇ રહ્યા છે.

ઘાયલોના શરીર પર બંદૂકની ગોળીના નિશાન

અહીંના જીટીબી હોસ્પિટલ સ્ટાફે કહ્યું હતું કે જે લોકો ઘાયલ થયા છે તેમના શરીરે બંદુકની ગોળીના નિશાન છે, જ્યારે કેટલાકને પથ્થરો માર્યા છે. જ્યારે કેટલાક હિંસાથી બચવા માટે જ્યારે છત પરથી કુદી રહ્યા હતા ત્યારે નીચે પડી ગયા હતા. ૧૯૮૪ના રમખાણો બાદ દિલ્હીમાં પહેલી વખત આટલી મોટી હિંસા થઇ છે અને તેણે ૨૪ લોકોનો ભોગ લઇ લીધો છે.

દિલ્હીના હિંસક તોફાનો પર અમારી નજર: યુએન

દિલ્હીમાં જે હિંસા ફાટી નીકળી છે તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. એવા અહેવાલો છે કે સંયુક્ત રાષ્ટ્ર પણ આ હિંસા પર નજર રાખી રહ્યું છે. આ અંગેની જાણકારી આપતા યુએનના પ્રવક્તા સ્ટેફનીએ કહ્યું હતું કે દિલ્હીમાં સીએએના વિવાદ વચ્ચે થયેલી હિંસામાં અનેક લોકો માર્યા ગયા છે. આ સમગ્ર ઘટના પર યુએનના વડા એન્ટોનીઓ નજર રાખી રહ્યા છે અને સમગ્ર મામલે નોંધ લીધી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું સંયુક્ત રાષ્ટ્ર દિલ્હીની સ્થિતિ પર નજર રાખી રહી છે તો તેમણે કહ્યું હતું કે હા અમે નજર રાખી રહ્યા છીએ અને જે કઇ થઇ રહ્યું છે તેને લઇને ચિંતિત છીએ. સાથે પોલીસને પણ સલાહ આપતા કહ્યું હતું કે લોકો સીએએ સમર્થન અને વિરોધમાં જે પ્રદર્શન કરી રહ્યા છે તેને થવા દેવા જોઇએ સાથે પોલીસે પણ સંયમ રાખવો જોઇએ.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!