GSTV

રોમાંચક મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર, શરૂ થઈ રહી છે દિલ્હીથી લંડનની આ બસ, જાણો કેવી હશે સુવિધા

Last Updated on August 24, 2020 by pratik shah

કોરોના વાયરસના ડરથી દુનિયાના દેશોમાં લોકડાઉન ચાલું છે. કેટલાક દેશોએ તો પોતાને ત્યાં વિદેશી યાત્રિકોને નિયંત્રિત કરવા માટે હવાઈ યાત્રાને પણ સીમિત કરી છે. આ વચ્ચે એક ટ્રેવલ એજન્સીએ દિલ્હીથી લંડનની વચ્ચે એક નવા સફરની જાહેરાત કરી છે. આ અનોખું એવી રીતે છે કે, આ મુસાફરી ટુરિસ્ટ હવાઈ જહાજની જગ્યાએ બસથી કરવામાં આવશે. ગુંડગાવની એક કંપનીએ 15 ઓગષ્ટે બસ ટુ લંડન નામની એક ટ્રીપ ઓર્ગેનાઈઝ કરી છે. આ ટ્રીપ 70 દિવસની છે. જેમાં યાત્રિકોને રસ્તાના માધ્યમથી દિલ્હીથી લંદન સુધી પહોંચી શકાશે. ટ્રેવલ કંપનીએ 15 ઓગષ્ટ એટલે ભારતમાં 74માં સ્વતંત્રતા દિવસે સોશયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે.

દિલ્હીથી લંડનની વચ્ચે 18 દેશોની મુસાફરી

ઈન્સ્ટાગ્રામ ઉપર નાંખવામાં આવેલી એક પોસ્ટ પ્રમાણે દિલ્હીથી લંડન વચ્ચે 70 દિવસની આ ખાસ ટ્રીપ ઘણી દિલચસ્પ રહેનારી હશે. આ 70 દિવસોની અંદર લોકો 20,000 કિલોમીટરનું બાય રોડ ટ્રાવેલ કરશે. એટલું જ નહીં બ્રિટન પહોંચતા પહેલા આ બસ મ્યાંમાર, થાઈલેંડ, લાઓસ, ચીન, કિર્ગિજસ્તાન, ઉજ્બેકિસ્તાન, કજાખસ્તાન, રશિયા, લાતવિયા, લિથુઆનીયા, પોલેંટ, ચેક ગણરાજ્ય, જર્મની, નેધરલેંડ, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા 18 દેશોની મુસાફરી કરાવશે.

મુસાફરી ઉપર નિકળશે 20 યાત્રિકો

વર્ષ 2021માં દિલ્હીથી લંડન જનારી આ ટ્રીમાં માત્ર 20 યાત્રિકો જ ભાગ લઈ શકે છે. આ બસની તમામ સીટો બીઝનેસ ક્લાસની હશે. બસમાં 20 યાત્રિકો સિવાય એક ડ્રાઈવર, સહાયક ડ્રાઈવર, ઓર્ગેનાઈઝ કંપનીનો એજન્ટ અને એક ગાઈડ હશે. 18 અલગ અલગ દેશોની યાત્રામાં ગાઈડ પણ બદલતા રહેશે. જેના કારણે યાત્રિકોને અસુવિધા ન થાય.

કેવી હશે સુવિધાઓ

આ ટ્રીપ ઉપર જવા માટે સંબંધિત યાત્રિકોને 10 દેશોના વિઝાની જરૂરત રહેશે. જેની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ દેશોની યાત્રા કરવાનું સપનું જોઈ રહેલા લોકો માટે આ સારી તક છે. ટ્રિપ ઉપર લોકોને રોકાવાની વ્યવસ્થા 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં કરવામાં આવી છે. જો કે આ માટે લોકોએ ભારે રકમનો ખર્ચ કરવો પડશે.

કેટલું હશે ભાડું

રિપોર્ટ પ્રમાણે, દિલ્હીથી લંડન જનારી આ બસની ટિકીટ માટે તમારે 15 લાખ રૂપિયા ચુકવવા પડશે. જે લોકો 15 લાખ રૂપિયા એકી સાથે દેવામાં અસમર્થ છે તે હપ્તામાં પણ ભાડુ આપી શકે છે. ટ્રેવલ કંપનીના ફાઉન્ડરનું કહેવું છે કે, તે અને તેના સાથી વર્ષ 2017, 2018 અને 2019માં પણ કારથી દિલ્હીથી લંડન સુધીનો સફર કરી ચુક્યાં છે.

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!