GSTV

કેદીનાં પેટમાંથી નીકળ્યો મોબાઈલ ફોન, સિમ-ચાર્જર હજી પણ અંદર

ફરાર

Last Updated on August 26, 2019 by Mansi Patel

તિહાર જેલ એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત જેલ માનવામાં આવે છે. અહીં ઘણાબધા જેલ ડાયરેક્ટર જનરલ આવીને જતા રહ્યા. ત્યારે હાલનાં સંદીપ ગોયલે જેલમાં બંધ તમામ ખૂંખાર અને હાઈ પ્રોફાઈલ કેદીઓ પાસેથી મોબાઈલ ફોન દૂર કરવામાં લાગ્યા છે. તેમના તમામ પ્રયાસો બાદ પણ કેદીઓ પાસેથી કોઈને કોઈ જગ્યાએ મોબાઈલ ફોન મળી આવે છે. મોબાઈલ ફોન કેદીઓનાં બેરેક અથવા તો કોઠરી કે તેમના સામાનની અંદર છૂપાયેલી મળી આવે છે. આ વખતે એક કેદીએ જે કર્યુ તે વાસ્તવમાં ચોંકાવનારુ છે.

જોકે, જેલનાં એક સૂત્રને ફક્ત એક મોબાઈલ બરામદ થવાની પુષ્ટિ કરાઈ હતી. તિહાર જેલના એક કેદીનાં પેટમાંથી મોબાઈલ ફોન મળ્યો છે. વાસ્તવમાં સુંદર રાજા રમન નામના એક અપરાધી એક વર્ષથી જેલમાં બંધ છે. તેને લૂંટના મામલામાં તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો. તિહાર જેલ પ્રશાસનને સૂચના મળી હતીકે, સુંદર રાજાની પાસે એક મોબાઈલ ફોન છે.

જ્યારે સુંદર રાજા રમનનું ચેકિંગ કરવામાં આવ્યુ તો તેના પેટમાંથી બીપ અવાજ આવ્યો હતો. ત્યારબાદ સુંદર રાજાને ડીડીયૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને તપાસ્યો હતો. જેમાં તેના પેટની અંદર એક મોબાઈલ ફોન હતો. ત્યારબાદ ઓપરેશન દ્વારા ડોક્ટરોએ મોબાઈલ ફોન બહાર કાઢ્યો હતો.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!