GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઆે શરૂ, 57 ટનના આેક્સિજન ટેંક કરાયા તૈયાર : કેજરીવાલ

Last Updated on June 10, 2021 by pratik shah

કોરોનાની બીજી લહેરની ઘાતક અસરનો સામનો કર્યા બાદ ત્રીજી લહેરની આશંકા વચ્ચે તેનો સામનો કરવાની તૈયારીઓનો દિલ્હીમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓક્સિજન સંકટનો સામનો કર્યા બાદ હવે દિલ્હીમાં ઓક્સિજન ટેંક તથા પ્લાન્ટ અંગે જરૂરી પગલા લેવામા આવી રહ્યાં છે. તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે,‘ઓક્સિજન સંકટની સ્થિતિ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવામા આવી રહ્યું છે.

કોરોના
  • દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઆે શરૂ
  • દિલ્હીમાં ૫૭ ટનના આેક્સિજન ટેંક તૈયાર કરાયા: કેજરીવાલ
  • દિલ્હીમાં ૧-૨ દિવસમાં ૧૯ પ્લાન્ટનું ઉદ્ધાટન કરાશે: કેજરીવાલ
  • મફત વેક્સિનનો નિર્ણય સુપ્રીમના દબાણ હેઠળ
કોરોના

ડીડીયુ હોસ્પિટલ અને બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં આ ટેંક લગાવાયા

જેના ભાગરુપે દિલ્હીમાં 57 ટનનો ઓક્સિજન ટેંક તૈયાર કરવામા આવ્યો છે. ડીડીયુ હોસ્પિટલ અને બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં આ ટેંક લગાવાયા છે. આ સાથે દિલ્હીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પણ તૈયાર કરવામા આવી રહ્યાં છે. દિલ્હી સરકાર 1-2 દિવસમાં 19 પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

ઓક્સિજન જનરેશન અને ઓક્સિજન સ્ટોરેજની કેપિસિટી જનરેટ

દિલ્હીમાં હાલ ઓક્સિજન જનરેશન અને ઓક્સિજન સ્ટોરેજની કેપિસિટી જનરેટ કરવામા આવી રહી છે. અમે વધુ ટેંકર્સ લાવી રહ્યાં છીએ. હાલ તો વેક્સિનની ઉપલબ્ધતા ચિંતાનો વિષય છે. સારી વાત છે કે 21 જૂન બાદ કેન્દ્ર મફતમાં વેક્સિન આપશે, જોકે આ તેમણે સુપ્રીમ કોર્ટના દબાણને કારણે કર્યું હતું.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તેજસ્વીને CM બનવામાં મદદ કરો, તમે દિલ્હી સંભાળો’, LJPમાં ભંગાણ બાદ ચિરાગને લોટરી લાગી, આ પાર્ટીઓએ કરી ઓફર

Dhruv Brahmbhatt

નાટો હેડક્વાર્ટરથી અમેરીકાએ ચીન-રશિયાને આપી ચીમકી, યુરોપિયન દેશોની સુરક્ષાની જવાબદારી અમારી: બાઈડન

pratik shah

LJP માં મચેલી ધમાસાણ બાદ પટનામાં હોબાળો, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવતા જ ચિરાગએ પાંચેય સાંસદોને કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!