GSTV
Gujarat Government Advertisement

હાડ થીજવતી ઠંડી : દિલ્હીનું તાપમાન 5.6 ડિગ્રી, વાયુ પ્રદૂષણ યથાવત્ત

Last Updated on December 19, 2019 by Mayur

રાજધાની દિલ્હીમાં ઠંડીનો પારો રોજબરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. દિલ્હીમાં આજે સીઝનનૌ સૌથી ઠંડો દિવસ રહ્યો. આજ સવારથી જ દિલ્હીનો પારો ગગડી ગયો હતો જેના કારણે વાતવારણમાં ભારે ઠંડી જોવા મળી. સવારે 6 વાગ્યાની આસપાસ દિલ્હીનું તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જો કે હાડ થીજવતી ઠંડી હોવા છતાં વાયુ પ્રદૂષણમાં કોઈ ઘટાડો નથી આવ્યો.

દિલ્હી-એનસીઆરમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. ગુરૂવારે પણ એનસીઆરનું તાપમાન ઘણું નીચે પહોંચી ગયું હતું. ભારે ઠંડીના પગલે સૌથી વધુ પરેશાની બહારથી આવતા લોકોને પડી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશન સહિત દિલ્હી-એનસીઆરમાં ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો હતો. તો ઠંડીના કારણે નાઈટ શેલ્ટરમાં બેઘરોની ભીડ વધી ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં હજુ ઠંડી વધી શકે છે. તો શીતલહેર અને ભારે ઠંડીના પગલે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની તમામ સ્કૂલને આગામી 2 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેને પગલે ગુરૂવારે અને શુક્રવારે રાજ્યની તમામ સ્કૂલ બંધ રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

ચેતી જજો: સાબરમતી નદીમાંથી મળી આવ્યા કોવિડ-19ના વાયરસ, તમામ સેમ્પલ સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!