GSTV

દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિ સંદર્ભે એનજીટીની લાલ આંખ, ઔદ્યોગિક પ્રવૃતિઓ પર લગાવી રોક

Last Updated on November 9, 2017 by

દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને એનજીટીએ સરકાર સામે લાલ આંખ કરી છે અને લોકોને જીવવાનો અધિકાર છીનવાઈ રહ્યો હોવાનું કહ્યુ છે. એનજીટીએ પ્રદુષણ પર કડક વલણ દાખવતાં કહ્યું છે કે, સમગ્ર એનસીઆરમાં આગામી સુનાવણી સુધી નિર્માણ કાર્યની પ્રક્રિયામાં રોક લગાવવામાં આવે. એનજીટીએ દિલ્હીમાં વધતાં પ્રદુષણને લઈને દિલ્હી અને પાડોશી રાજ્યોને ફટકાર પણ લગાવી છે.

એનજીટીએ કહ્યું છે કે, બંધારણની કલમ 21 અને 48માં કહેવાયુ છે કે, સરકારની જવાબદારી છે કે તે પર્યાવરણની સંભાળ કરે અને નાગરિકોને જીવવા લાયક વાતાવરણ પ્રદાન કરે. બંધારણમાં દેશના નાગરિકોને જીવવાનો અધિકાર મળ્યો છે, પરંતુ સ્વચ્છ હવામાં શ્વાસ ન લઈ શકવાના કારણે તે અધિકાર છીનવવામાં આવી રહ્યો છે.

સરકાર પર આકરી ટિપ્પણી કરતાં એનજીટીએ કહ્યુ છે કે, માત્ર બેઠકો થઈ રહી છે. પત્રો લખાઈ રહ્યા છે અને એકબીજા પર સહયોગ ન આપવાનો આરોપ લાગી રહ્યો છે. જેથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આવા સ્થિતિમાં મૂકદર્શક બનીને રહીં ન શકાય અને જનતાને આ સ્થિતિમાં રહેવા માટે છોડી પણ ન શકાય.

Related posts

BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!