GSTV
Home » News » મોદી પ્રિન્ટેડ સાડી બનાવવી સુરતના વેપારીને ભારે પડી, વકીલે કર્યો 1 કરોડનો દાવો

મોદી પ્રિન્ટેડ સાડી બનાવવી સુરતના વેપારીને ભારે પડી, વકીલે કર્યો 1 કરોડનો દાવો

modi printed saree

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે સુરતમાં ચૂંટણી પ્રચાર માટે ઉત્પાદિત થતી સાડીઓ, ઝંડા, ટોપીનું કામ ટેક્સટાઈલ માર્કેટમાં ધમધમી રહ્યું છે. આ વચ્ચે નરેન્દ્ર મોદીની સાડી અને વસ્ત્રો પર તેમની પ્રિન્ટ કરનારા એક વેપારી મુશ્કેલીમાં ફસાયા છે. મોદી પ્રિન્ટ કરેલી સાડી બનાવવા પર આપત્તિ વ્યક્ત કરતાં દિલ્હીનાં એક વકિલે રૂપિયા 1 કરોડનો દાવો માંડ્યો છે.

અન્ય વેપારીઓ પણ પ્રિન્ટ કરી રહ્યા છે. સુરતના ઉદ્યોગકાર પર દિલ્હીના એક વકિલે 1 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. આમ છતાં પ્રધાનમંત્રીની પ્રિન્ટેડ વસ્તુઓના વેચાણમાં ચૂંટણી સમયે કોઈ કમી નથી આવી. ડિંડોલીમાં એક મોબાઈલ લેવેચનું કામ કરતા વિશાલ પટેલ નામના એક વ્યક્તિએ વડાપ્રધાનની સુરતમાં મેં ભી ચોકિદાર નામનું મોબાઈલ કવર પણ ડિઝાઈન કરી ઓનલાઈન તથા રિટેલ વેચાણની પ્રક્રિયા આરંભી દીધી છે.

અત્યાર સુધીમાં તે 200 કરતાં વધારે મોબાઈલ કવરનું વેચાણ કરી દીધું છે. તો બીજી તરફ રોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના વેપારી રતન કેડિયાએ વડાપ્રધાન મોદીના ફોટાવાળા ડ્રેસ મટીરિયલ્સ અથવા તો ઘાઘરા તૈયાર કર્યા છે.

READ ALSO

Related posts

રાજકોટ: કારખાનેદારે પુત્ર-પત્ની પર હુમલો કરી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકી ઉઠશો

Riyaz Parmar

સીએમ રૂપાણીએ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે પર્સનલ ખીસ્સામાંથી આપ્યો આ ફાળો

Path Shah

કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

Riyaz Parmar