દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે દિલ્હીની એક સરકારી સ્કૂલેએ દેશભરની સરકારી સ્કૂલોના રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ડેપ્યુટી સીએમ સિસોદિયાએ દેશવ્યાપી રેન્કિંગમાં દિલ્હીની સરકારની સ્કૂલ દ્વારા બાજી મારવા બદલ ‘ટીમ એજ્યુકેશન’ને અભિનંદન પાઠવ્યા છે. ‘ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ્સ 2021-22’ની નવીનતમ સૂચિમાં, દિલ્હીની ચાર સરકારી સ્કૂલો દેશની ટોચની 10 સરકારી સ્કૂલોની સૂચિમાં છે.

દિલ્હીની ચાર સરકારી શાળાઓ ભારતની ટોચની દસ શાળાઓમાં સામેલ
દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે કહ્યું કે દિલ્હીની ચાર સરકારી સ્કૂલો ભારતની ટોચની દસ શાળાઓમાં સામેલ છે. પોતાના ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતા સિસોદિયાએ લખ્યું, “દિલ્હીની સરકારી સ્કૂલો સમગ્ર દેશમાં સરકારી સ્કૂલોના રેન્કિંગમાં ટોપ પર છે. દિલ્હીની ચાર સરકારી સ્કૂલો ભારતની ટોચની દસ સ્કૂલોમાં સામેલ છે. દિલ્હીને અભિનંદન. દિલ્હીની ટીમ એજ્યુકેશનને અભિનંદન. “
જાણો કઈ છે દિલ્હીની એ ટોચની સરકારી સ્કૂલો
એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયાના ‘ઈન્ડિયા સ્કૂલ રેન્કિંગ્સ 2021-22’ એ દેશની ટોચની દસ સરકારી શાળાઓની ‘ઈન્ડિયા ટોપ ગવર્નમેન્ટ ડે સ્કૂલ્સ’ની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર દિલ્હીના દ્વારકાના સેક્ટર 10માં આવેલી રાજકિયા પ્રતિભા વિકાસ વિદ્યાલય ટોચ પર છે. યાદીમાં સામેલ દિલ્હીની અન્ય સરકારી સ્કૂલો – સેક્ટર 11, રોહિણીમાં રાજકિયા પ્રતિભા વિકાસ વિદ્યાલય; સેક્ટર 5 દ્વારકા અને યમુના વિહાર – અનુક્રમે 6ઠ્ઠા, 8મા અને 9મા ક્રમે છે.
દિલ્હીની કેજરીવાલ સરકારે લાગુ કરી છે આ યોજનાઓ
તમને જણાવી દઈએ કે અગાઉની અને વર્તમાન સરકારમાં દિલ્હી સરકાર શહેરની સરકારી સ્કૂલોના શિક્ષણને સુધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જેના કારણે સરકારી સ્કૂલોમાં શિક્ષણનું ધોરણ ખાનગી શાળા કરતા સારૂ બન્યું છે. શહેરમાં શિક્ષણને વધુ સશક્ત બનાવવાના પ્રયાસરૂપે, સિસોદિયાએ ગયા મહિને રૂ. 48.14 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી હતી અને મેરિટ-કમ-મીન્સ નાણાકીય સહાય યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 6,820 વિદ્યાર્થીઓને ચેક પણ આપ્યા હતા.
13,000 થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો
ઉલ્લેખનીય છે કે સરકારી આંકડાઓ અનુસાર, આ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 13,000 થી વધુ વિદ્યાર્થીઓને રૂ.87 કરોડની રકમનો લાભ મળ્યો છે. આ યોજના રેશનકાર્ડ ધારક પરિવારોના બાળકોને 100% નાણાકીય સહાય પૂરી પાડે છે જેમની કુટુંબની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી ઓછી છે. તેમને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવે છે અને જેમની કુટુંબની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી વધુ છે પરંતુરૂ. 6 લાખથી ઓછી છે તમલને 25 ટકા સુધીની નાણાકીય સહાય મળે છે.
ALSO READ
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા