GSTV

દિલ્હી સુધી પડશે પડધા : રૂપાણી સરકાર ભરાશે, મોદીના માદરે વતનમાં ભારત બંધને પગલે માર્કેટયાર્ડો બંધ, સરકાર રહી નિષ્ફળ

દેશભરમાં કૃષિબિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સૌથી વધારે અસર હરિયાણા, પંજાબ અને બિહારમાં જોવા મળી રહી છે. મોદીએ આ મામલે આજે પણ મોટા ખુલાસાઓ કર્યા છે કે આ બિલ એ ખેડૂત વિરોધી નથી પણ ખેડૂતો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. એનડીએના સાથી પક્ષ અકાલીદળે આ મામલે સરકાર સાથે છેડા ફાડી હરસિમરત કૌરે કેબિનેટ પદ પરથી રાજીનામું આપ્યું છે. જેમણે હાલમાં જ ચીમકી આપી હતી કે અત્યારસુધી સાથ આપ્યો હવે દિલ્હીના દરવાજા હચમચાવી દઈશું. ભારત બંધની ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે પણ આ બિલ મામલે મોદી સહિત નીતિનભાઈ પણ મહેસાણાના ખેડૂતોને સમજાવી શક્યા નથી. આજે મહેસાણા જિલ્લાના માર્કેટયાર્ડો બંધમાં જોડાયા છે. જેને પગલે ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ભાજપ મહેસાણા જિલ્લામાં આ બિલ ખેડૂતોના વિરોધમાં ન હોવાનું સમજાવી શકી નથી. રૂપાણી સરકાર માટે આ સૌથી મોટો ઝટકો છે. આ મામલો દિલ્હી સુધી પડઘાય તેવી પૂરી સંભાવના છે.

રૂપાણી સરકાર માટે આ સૌથી મોટો ઝટકો

ગુજરાતમાં ભાજપમાં ખેડૂત નેતા ન હોવાનો આ સૌથી મોટો પૂરાવો છે. ભારત બંધના એલાનની અસર ગુજરાતમાં ન થાય માટે સરકારે પૂરતી કાળજી રાખી હતી પણ મહેસાણા જિલ્લામાં આ માર્કેટયાર્ડો આ બંધમાં જોડાયા છે. ભલે માર્કેટયાર્ડોએ અંશત બંધ પાળ્યો છે પણ એ સાબિત કરે છે કે મોદી મહેસાણા જિલ્લાના ખેડૂતોને કૃષિ બિલના ફાયદાઓ સમજાવામાં નિષ્ફળ રહ્યાં છે. આજે કૃષિ બિલ મામલે મહેસાણા જિલ્લાના માર્કેટયાર્ડ બંધ રહ્યાં હતા.

નોંધપાત્ર છે કે ઊંઝા, વિજાપુર, વિસનગર, મહેસાણા સહિતના માર્કેટ યાર્ડ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતુ. જોકે, કડીમાં અસર જોવા મળી ન હતી. હરાજી સહિત તમામ કામકાજથી વહેપારીઓ આજે અળગા રહ્યા હતા. વિશ્લેષકો અને ચિંતકોનું કહેવું છે કે ત્રણ બિલોમાં ટેકાના ભાવ MSP નો એકવાર પણ ઉલ્લેખ નથી. જો કે સરકારે કહ્યું છે કે MSPને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્યા નથી. બંધ એ સરકારની નિષ્ફળતા છતી કરે છે. સરકાર ખેડૂતોએ એ સમજાવામાં નિષ્ફળ રહી છે કે આ કૃષિબિલો ખેડૂતો માટે ફાયદાકારક છે. કૃષિબિલોના ફાયદા અને ગેરફાયદા બંને હોવા છતાં ભાજપ આ મામલે ચૂપકીદી સાધીને બેઠી છે.

ભારતીય જનસંઘના જનક રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સંકટ દરમિયાન પાર્ટીના કાર્યકરોએ લોકોની સેવા કરી, કેટલાકને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને કેટલાકએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પીએમ મોદીએ વિપક્ષને ફરીથી કૃષિ બિલના વિરોધ પર ઝાટક્યો

કૃષિ બિલ અંગે પીએમ મોદીએ કહ્યું કે ભૂતકાળમાં અમારી સરકારે યુવાનો અને ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. પીએમએ કહ્યું કે સરકાર લોકોના જીવનમાં જેટલી દખલ કરશે તેટલું સારું. આઝાદી પછીના ઘણા વર્ષો સુધી ખેડૂતોના નામે અનેક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના સૂત્રો પોકળ હતા.

પીએમ મોદીએ કહ્યું કે કૃષિ બિલનો સૌથી વધુ ફાયદો નાના ખેડૂતોને થશે. પીએમે કહ્યું કે હવે તે ખેડૂતની ઇચ્છા છે કે તે ગમે ત્યાં પાક વેચી શકે, ખેડૂતને જ્યાં વધારે ભાવ મળશે, ત્યાં જ તે વેચી શકશે. ભાજપના કાર્યકરોએ ખેડૂતોને સરળ ભાષામાં સમજાવવા પડશે. પીએમ મોદીએ કહ્યું કે, જેમણે ખેડૂતોને જૂઠું બોલાવ્યું, હવે તેઓ ખેડૂતના ખભા પર બંદૂક લઇ રહ્યા છે. આ લોકો જુઠ્ઠાણા ફેલાવીને ખેડૂતને ફસાવી રહ્યા છે.

રાષ્ટ્રીય હિતને બદલે પોતાનાં હિતને સર્વોચ્ચ ગણતા હોય છે

કેટલાક લોકો રાષ્ટ્રીય હિતને બદલે પોતાનાં હિતને સર્વોચ્ચ ગણતા હોય છે. ખેડૂતોને કાયદામાં ફસાયેલા રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ પોતાનો પાક ક્યાંય વેચી શક્યા ન હતા. પીએમએ કહ્યું કે અમે એમએસપીમાં રેકોર્ડ વધાર્યો છે. અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ખેડૂતોને આપવામાં આવી છે. પીએમએ કહ્યું કે યુપીએ સરકારે ખેડૂતોને માત્ર 20 લાખ કરોડની લોન આપી હતી, પરંતુ અમારી સરકારે 35 લાખ કરોડથી વધુની લોન આપી હતી.

પીએમ મોદીએ મજૂર કાયદા અંગે શું કહ્યું?


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતોની જેમ મજૂરો પણ વર્ષોથી છેતરપિંડી કરવામાં આવતા હતા. પીએમ મોદીએ કહ્યું કે હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા મજૂરોના સ્વાસ્થ્ય માટે કામ કરવામાં આવ્યું છે, દૈનિક વેતનનો સમય નક્કી કરવામાં આવ્યો છે, નવા કાયદામાં પેન્શનની પણ વાત છે. ઉપરાંત, લઘુતમ વેતનને એક સ્તર પર લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીએમએ કહ્યું કે હવે મહિલા મજૂરને પણ સમાન માન-સન્માન મળશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે દેશના જુદા જુદા ભાગોમાં પાર્ટીના કાર્યકરો દિવસ-રાત લોકોની સેવા કરવામાં વ્યસ્ત હતા. વડા પ્રધાને કહ્યું કે દીનદયાળજી ભારતની રાષ્ટ્રીય નીતિ, અર્થવ્યવસ્થા પર મોટેથી બોલ્યા હતા. સ્વતંત્ર ભારતના નિર્માણ માટે વિદેશી મોડેલો અપનાવવા પર ભાર મૂક્યો હતો ત્યારે દીનદયાળ જીએ તે સમયે ભારતના પોતાના મોડેલની વાત કરી હતી.આ પ્રસંગ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે થયો હતો. જ્યાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના મોટા નેતાઓ શામેલ હતા.

મહેસાણા જિલ્લો એ રાજકારણનો ગઢ

દિલ્હી સુધી આ સમાચારના પડધા પડે તેવી પૂરી સંભાવના છે. મહેસાણા જિલ્લો એ રાજકારણનો ગઢ ગણાય છે. રૂપાણી સરકાર પણ મહેસાણા જિલ્લામાં નિષ્ફળ રહી છે. ભાજપ શરૂઆતથી કહેતી આવી છે કે કિસાન બિલ એ ખેડૂતો માટે ફાયદાકારક છે. રૂપાણી સરકારે આ ખુલાસો કરવો દિલ્હી હાઈકમાન્ડ સુધી ભારે પડે છે. ગુજરાત નહીં પણ કિસાન બિલનો વિરોધ મહેસાણા જિલ્લામાં થયો છે. જે નીતિન પટેલ અને પીએમ મોદીનો ગઢ ગણાય છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!