GSTV

દિલ્હીનાં ભજનપુરા વિસ્તારમાં કોચિંગ સેન્ટરની છત પડી, 5 વિદ્યાર્થીઓનાં મોત અને 13 હોસ્પિટલમાં

દિલ્હીના ભજનપુરામાં એ ઈમારત ધરાશાયી થઈ..જેમાં  ચાર લોકોના મોત થયા છે. અને 13 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. લગભગા સાડા ચાર વાગ્યાના અરસામાં ભજનપુરામાં ઈમારત થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ પહોંચી.જ્યાં ઈમારત ધરાશાયી થઈ.ત્યાં કોચિંગ સેન્ટર ચાલતુ હતુ. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્યારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે તે સમયે ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. અકસ્માતને કારણે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેની સારવાર ચાલી રહી છે. છત પડવાના કારણે આ વિસ્તારમાં અરાજકતા જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ બચાવ ટીમ અને ફાયર બ્રિગેડ વિભાગ આવી પહોંચી હતી. બચાવ કામગીરી ચાલુ છે.

ત્રણ વિદ્યાર્થી ગુમ થયા

એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ હજી ગુમ છે. કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. મળતી માહિતી મુજબ, જ્યાં કોચિંગ ચાલતુ હતુ, ત્યાં બાજુના મકાનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તે પડવાને કારણે કોચિંગ રૂમ પણ તેની પકડમાં આવી ગયો હતો.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!