GSTV

Video : દિલ્હીની કોર્ટમાં ધડાધડ ગોળીઓ છૂટી, વકીલ બનીને આવેલા હુમલાખોરોએ ગેંગસ્ટરને પતાવી દીધો, શૂટઆઉટમાં 3 ઠાર

Last Updated on September 24, 2021 by Lalit Khambhayata

દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોરની ઘટના બની છે. શુક્રવારે બપોરે અહીં એક મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પતાવી દેવામાં આવ્યા હતા.

આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની ખબર આવી રહી છે. તેમાંથી એક જિતેન્દ્ર, જ્યારે ત્રણ હુમલાખોર હતા, જે જિતેન્દ્ર પર હુમલો કરવા આવ્યા હતા.

વકીલ બનીને આવ્યા હતા હુમલાખોર

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બે હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં ગેંગસ્ટર જિતેન્દ્ર પર ગોળી ચલાવી હતી. સ્પેશિયલ સેલની ટીમ જિતેન્દ્રને કોર્ટ રૂમમાંથી લઈને ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી.

એવુ માનવામાં આવે છે કે, દિલ્હીના ટિલ્લૂ ગેંગના જિતેન્દ્રની હત્યા કરી છે. જેમાં બે હુમલાખોરો પણ ઠાર થયાં છે. તેમાંથી એક રાહુલ જેના પર 50 હજારનું ઈનામ છે. જ્યારે બીજા પણ ગુંડો છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!