GSTV
Home » News » દિલ્હીનું દંગલ : ઉમેદવારો ફાયનલ કરવા અમિત શાહની ઘરે મધરાત સુધી ચાલી મેરોથોન બેઠક

દિલ્હીનું દંગલ : ઉમેદવારો ફાયનલ કરવા અમિત શાહની ઘરે મધરાત સુધી ચાલી મેરોથોન બેઠક

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે રવિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા એક બેઠક યોજાઇ હતી જે મધરાત પછી પણ ત્રણ વાગ્યા સુધી ચાલી હતી એવી જાણકારી મળી હતી.

દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. એમાંથી 45 બેઠકો માટેના ભાજપના ઉમેદવારોનાં નામ રવિવારની બેઠકમાં નક્કી થઇ ગયાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ બેઠક રાત્રે આઠ વાગ્યે શરૂ થઇ હતી અને સાત કલાક ચાલી હતી. તાજેતરની હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જે પડકારો સહન કરવા પડ્યા એ પછી ભાજપ અને ખાસ તો અમિત શાહ વધુ પડતા સચેત થઇ ગયા હોવાનું કહેવાય છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હરિયાણાના દુષ્યંત ચૌટાલા અને પંજાબના અકાલી દળ સાથે ચૂંટણી સમજૂતી કરવાના મુદ્દે પણ ચર્ચાવિચારણા થઇ હતી. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી માટે કુલ 1400 ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા હતા. એમાંથી હજુ પણ નવેસર ફેરબદલ થવાની શક્યતા નકારી કઢાથી નથી. અન્ય પક્ષોએ પણ પોતપોતાની તૈયારી શરૂ કરી દીધી હતી.

READ ALSO

Related posts

મોદી 2.0 નો મેગા પ્લાન, GST બાદ દેશમાં લાગુ થશે આ નવી ટેક્સ પદ્ધતિ

Ankita Trada

કોરોના વાયરસ 12 દેશોમાં પહોંચ્યો, એકમાત્ર ચીનમાં જ 41 લોકોનાં મોત

Karan

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!