GSTV

નવી દિલ્હી સહીત આખા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, તાપમાન છ ડિગ્રીએ

Last Updated on December 19, 2018 by

રાજધાની નવી દિલ્હી સહીત આખા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન છ ડિગ્રીએ પહોંચ્યું હતું. પવર્તીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે.

ઠંડા પવન અને ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. વધતી ઠંડી છતાં દિલ્હીમં ઘણાં લોકો એવા પણ છે કે જેમને ખુલ્લા આકાશની નીચે સુવા માટે મજબૂર થવું પડે છે. મંગળવારે રાત્રે લગભગ અઢી વાગ્યે દિલ્હીની એમ્સની સામે જ મોટી સંખ્યામાં લોકો ખુલ્લામાં સુવા માટે લાચાર દેખાયા હતા. આવી જ સ્થિતિ રેલવે સ્ટેશનો સહીત અન્ય રેનબસેરાઓની છે.

મહત્વપૂર્ણ છે કે ગત એક સપ્તાહમાં ઠંડીમાં સતત વધારો થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે. સ્પષ્ટ છે કે જો ધુમ્મસ વધશે, તો તેની સીદી અસર વાહનવ્યવહાર પર પણ પડશે.

રાજસ્થાનના ફતેહપુર-શેખાવટીમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગત છ દિવસોથી આ સ્થાન પર પારો શૂન્યથી નીચે જ ચાલી રહ્યો છે. કેટલાક સ્થાનો પર તો ખેતરમાં પણ બરફ જામી ગયો છે.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!