ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રોજના 1500થી વધુ કેસ સામે આવી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદના સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોના ટેસ્ટિંગને લઈને સામે આવેલા આંકડાઓ ચિંતા વધારનારા છે. ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીએ ખુબ ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે. જો દેશમાં કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો પ્રતિ 10 લાખની વસ્તીએ 1 લાખ ટેસ્ટ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, પ્રતિ 10 લાખ વસ્તીએ ટેસ્ટ કરવામાં સૌથી મોખરે દિલ્હી છે, જ્યાર સૌથી ઓછું ટેસ્ટિંગ નાગાલેન્ડમાં થયું છે. દિલ્હી દર 10 લાખ વસ્તી પર ટેસ્ટની સંખ્યામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીમાં 3,30,201 ટેસ્ટની સાથે સૌથી વધુ ટેસ્ટ કરનારા પાંચ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે, એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ પરીક્ષણ કરનાર રાજ્ય છે. બીજા સ્થાને લદાખ 2,41,355, ત્રીજા ક્રમે ગોવા 2,37,626, ચોથા સ્થાને આંદામાન નિકોબાર 2,02,033 અને પાંચમા સ્થાને આંધ્રપ્રદેશ 1,77,627 નો સમાવેશ થાય છે.

તો બીજી તરફ દેશમાં કુલ 23 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં 10 લાખ વસ્તી દીઠ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે, જ્યારે એવા 13 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં મિલિયન વસ્તી દીઠ ટેસ્ટની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. હવે ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ ટેસ્ટ કરનારા રાજ્યોની યાદીમાં ગુજરાતનો ક્રમ સૌથી નીચે જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 10 લાખની વસ્તીએ માત્ર 1,04,138 ટેસ્ટ થઈ રહ્યાં છે અને તેનાથી નીચે અને છેલ્લે માત્ર પંજાબ 1,03,047 ટેસ્ટ સાથે છે. આ આંકડા સામે આવ્યા બાદ ચોક્કસ સવાલ થાય કે શું ઓછા ટેસ્ટ કરીને તંત્ર મહામારીના આંકને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

#IndiaFightsCorona:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) November 28, 2020
69% of the daily new cases are contributed by eight States/UT i.e. Maharashtra, Delhi, Kerala, West Bengal ,Rajasthan, Uttar Pradesh, Haryana, and Chhattisgarh.
Details: https://t.co/EzYCR3oryx#Unite2FightCorona #IndiaWillWin @ICMRDELHI pic.twitter.com/HvmGj6szlz
અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે અને શહેરમાં જાણે મોતનું તાંડવ હોય તેવા દ્રશ્યો વધુ એક વખત જોવા મળ્યા છે. શહેરના સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ જોવા મળી રહ્યુ છે. અમદાવાદના જમાલપુર ખાતે સપ્તઋષિ સ્મશાન ગૃહમાં મહિને 400થી 450 ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અહીં દરરોજ ચારથી પાંચ કોરોનાથી મૃત્યુ થયેલાઓની ડેડબોડી આવે છે. તમામ ગાઈડ લાઇન પાલન કર્યા બાદ સીએનજી મશીનમાં કોરોનાથી મોત થયેલા લોકોની અંતિમક્રિયા થાય છે. જ્યારે અન્ય રોગ કે કુદરતી રીતે મૃત્યુ પામેલા લોકોની લાકડામાં અંતિમક્રિયા કરવામાં આવે છે.

તો બીજી તરફ વાડજ ખાતે એક સાથે સ્મશાનમાં 10થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે. લોકો મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈનમાં ઉભા જોવા મળે છે. વાડજ સ્મશાન ગૃહ ખાતે સતત શબવાહિનીઓ દોડતી જોવા મળી છે. શબવાહિનીના ચાલકે ખુલાસો કર્યો છે કે, શબને અલગ અલગ સ્મશાનમાં લઈ જવાય છે અને આજે સવારથી અહીં પાંચ શબ લાવવામાં આવ્યા છે. સિવિલથી વાડજ સ્મશાનમાં આવતી એમ્બ્યુલન્સમાં એક સાથે બે બે લાશો જોવા મળી છે. ગાઈડ લાઈન પ્રમાણે અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વકરતા કોરોનાના કારણે સ્મશાન ગૃહોમાં પણ હવે વેઈટિંગ જોવા મલી રહ્યુ છે. શહેરના દુધેશ્વર ખાતેના સ્મશાન ગૃહમાં ત્રણ કલાક સુધીનુ વેઈટિંગ છે. સ્વજનો ગુમાવનારા આપ્તજનોએ અંતિમ સંસ્કાર માટે પણ ત્રણ કલાક સુધીની રાહ જોવી પડે છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત