GSTV

દિલ્હી પ્રદૂષણનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો : કેન્દ્ર કરે કે રાજ્ય અમને કોઈ ફર્ક પડતો નથી, સરકારને ઝાટકી

Last Updated on November 4, 2019 by Mayur

દિલ્હીમાં ફેલાયેલા પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં ફેલાયેલા પ્રદૂષણ પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર વર્ષે દિલ્હી બ્લોક થઈ જાય છે અને આપણે કંઈ જ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે અને પરાલી સળગાવનાર પર એકશન લેવાના આદેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોને જીવવાનો અધિકાર છે, એક પરાલી સળગાવે છે અને બીજા જીવવાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર કરે કે રાજ્ય સરકાર તેનાથી અમને કોઈ જ ફર્ક પડતો નથી. જસ્ટિસ મિશ્રાએ કહ્યુ કે દર વર્ષે 10-15 દિવસ સુધી અમારે આ જ વસ્તુ જોવી પડે છે.

સુપ્રીમ કોર્ટે આ દરમિયાન પંજાબ સરકારને સીધો સવાલ પૂછ્યો છે કે ખેડૂતો પરાલી કેમ સળગાવે છે, જો ગ્રામ પંચાયત તેના માટે જવાબદાર છે તો આ મુદ્દે તેની સાથે વાત કેમ નથી કરતા. કોર્ટે કહ્યું કે અમને તે લોકોના નામ આપો જેઓ પરાલી સળગાવે છે અને લોકોને મરવા માટે છોડી દે છે.

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પૂછ્યું કે હજુ સુધી તેઓએ ગ્રામ પ્રધાન અને સરપંચ વિરૂદ્ધ કોઈ એકશન કેમ નથી લીધું. તમને લોકોને પણ તેનાથી કેમ કોઈ ફર્ક નથી પડતો, શું તમે ઈચ્છો છો કે લોકો મરી જાય. સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને તેમના એકશન પ્લાન અંગે પણ સવાલ કર્યા છે.

READ ALSO

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!