GSTV
Gujarat Government Advertisement

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Last Updated on February 28, 2020 by

દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 42 થઇ ગઇ છે. જ્યારે કે 100 જેટલા લોકોની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 123 એફઆરઆઈ નોંધવામાં આવી. જ્યારે કે 630 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. શુક્રવારે દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં શાંતિ રહી. પોલીસે ઘણા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યું. ઉત્તર-પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે.

કર્ફ્યુમાં ચાર કલાકની ઢીલ આપવામાં આવી

આ વિસ્તારમાં તંત્રએ એક મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. જો કે જુમાની નમાઝ હોવાના કારણે કર્ફ્યુમાં ચાર કલાકની ઢીલ આપવામાં આવી. આ દરમિયાન ફોરેન્સિક લેબોરેટરીની ટીમે ચાંદબાગમાં આપના કાઉન્સિલર તાહિર હુસૈનની ફેક્ટ્રીનું નિરીક્ષણ કરીને ત્યાંથી પુરાવા એકત્ર કર્યા હતા. દિલ્હી પોલીસના અધિકારી ઓપી મિશ્રાએ શુક્રવારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઇને સ્થિતિની સમિક્ષા કરી. તેમણે કહ્યું કે અહીંયા લોકોએ ગંગા-જમુના તહજીબ જાળવી રાખવી જોઇએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!