GSTV

સરકાર સફળ/ આખરે ખેડૂત આંદોલનમાં પડી ફૂટ : 2 સંગઠનો થયા આંદોલનથી અલગ, ટિકૈત પર લગાવ્યા આ ગંભીર આરોપ

ખેડૂત

ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી બબાલ અને હિંસા બાદ ખેડૂત આંદોલનમાં ફૂટપડી ગઈ છે. રાષ્ટ્રીય ખેડૂત મજદૂર સંગઠનના નેતા વીએમ સિંહે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેત પર ગંભીર આરોપ લગાવતા પોતાને અને તેમના સંગઠનને આ આંદોલનથી અલગ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે અમે અમારું આંદોલન અહીં જ ખતમ કરીએ છીએ. અમારું સંગઠન આ આંદોલનથી અલગ છે. સરકાર દ્વારા છેવટ સુધી ટ્રેક્ટર રેલીને મંજૂરી માટે લટકાવી રાખ્યા બાદ સુપ્રિમમાં મામલો જતાં પોલિસની જવાબદારી ઠેરવી હતી. અમિતશાહે રસ લઈને પોલિસ અને આઈબીની ઈચ્છા ન હોવા છતાં ટ્રેક્ટર રેલીને મંજૂરી મળી છે.

અમારા સંગઠનના ધરણા પૂરા કરીએ છીએ

આ બાજુ ભારતીય કિસાન યુનિયન ના રાષ્ટ્રિય અધ્યક્ષ ભાનુપ્રતાપસિંહે પણ પોતાને આ આંદોલનથી અલગ કરવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યં કે હું ગઈકાલે દિલ્હીમાં થયેલી ઘટનાથી એટલો દુખી છું કે, હું આ સમયે જાહેરાત કરું છું કે અમારા સંગઠનના ધરણા પૂરા કરીએ છીએ.

વીએમ સિંહે કહી આ મોટી વાત

આ આંદોલન આ સ્વરૂપમાં મારી સાથે નહીં ચાલે. અમે અહીં લોકોને શહિદ કરાવવા અને માર ખવડાવવા નથી આવ્યા. આ લોકોની સાથે આંદોલન નહીં ચાલી શકે, જેમની દિશા અલગ હોય. રાકેશ ટિકેત બાબતે કહ્યું કે એકવાર પણ શેરડીના ખેડૂતોની વાત ઉઠાવી. રાકેશ ટિકૈતે ધાન્ય, ખરીફની કોઈ વાત ન કરી. હું અહીં કહેવા ઈચ્છું છું કે મેં આંદોલન ઉભું કરવાનું કામ કર્યું. મેં ખેડૂતોને દિલ્હી લાવવાનું કામ કર્યું છે. અમે અહીં એટલા માટે નહોતા આવ્યા કે પોતાને, દેશને અને 26મી જાન્યુઆરી પર બધાને બદનામ કરીએ.

સંયુક્ત કિસાન મોર્ચાની હેઠળ જે પણ સંગઠન આંદોલન કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ

આ બાબતે સંયુક્ત કિસાન મોર્ચાન એક પ્રમુખ નેતાએ કહ્યુંકે વીએમ સિંહ શું આ આંદોલનથી અલગ થશે, તેમણે તો પહલેથી જ મોર્ચાથી પોતાને અલગ રાખ્યા છે. તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોર્ચાની હેઠળ જે પણ સંગઠન આંદોલન કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ પોતાનું આંદોલન કરતા રહેશે.

પોલિસના ડંડા પડ્યા તો નેતાગીરી છોડીને ભાગી ગયા, હું તમામ જવાબદારી લેવા તૈયાર, રાકેશ ટિકૈત

પોતાના પર લાગેલા આંદોલનન પર ભાકિયુ ના રાકેશ ટિકૈતે કહ્યું કે હું પહેલાથી જ ખેડૂતોને તમામ જવાબદારી લઈ ચૂક્યો છું. જેને ગાઝીપુર છોડવું હોય તે છોડી શકે છે. બે મહિના સુધી અહીં શું કામ હતા ? જ્યારે પોલિસના ડંડા પડ્યા તો ભાગી ગયા. જ્યારે નેતાગીરી કરવાની હતી તો કરતા રહ્યા પરંતુ એફઆરઆઈ દાખલ કરાઈ તો આંદોલન છોડીને ભાગી ગયા. આંદોલનને કમજોર માણસ વચ્ચે છોડી દે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

Pravin Makwana

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!