GSTV

Farmers Protest: દિલ્હીની પરેડમાં થયેલી હિંસામાં 26 ખેડૂત નેતાઓ પર નોંધાઈ FIR, થોડી વારમાં દિલ્હી પોલીસની થશે પ્રેસ કોન્ફરન્સ

મંગળવારે થયેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને લઈને 4 વાગ્યે દિલ્હી પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતું કે, દિલ્હી પોલીસ આ પ્રેસ કોન્ફરન્સમાં ગત રોજ થયેલી હિંસાને લઈને તમામ પ્રકારના સવાલોના જવાબ આપશે. તેમણે કહ્યું હતું કે, અમે એવું ક્યારેય નથી કહ્યુ હતું કે, ખે઼ડૂતો સાથે આ મામલે ચર્ચા કરવી હવે શક્ય નથી.

FIRમાં ક્યા ક્યા ખેડૂત નેતાઓના નામ

દિલ્હી પોલીસે જણાવ્યુ હતું કે, ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં નોંધાયેલી એફઆઈઆરમાં ખેડૂતો નેતાઓના જે નામ શામેલ છે, તેમાં દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બૂટા સિંહ બુર્ઝગિલ અને જોગિંદર સિંહ ઉગ્રાનું નામ સામેલ છે. એફઆઈઆરમાં બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતનું નામ પણ શામેલ છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ કિસાન મજૂર સંઘર્ષ સમિતિ પર ષડયંત્રનો લગાવ્યો આરોપ

સંયુક્ત કિસાન મોર્ચાએ કિસાન મજૂર સંઘર્ષ સમિતિ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. એસકેએમે કહ્યુ હતું કે, દીપ સિદ્ધ જેવા અસામાજિક ત્તત્વો અને KMSSએ ષડયંત્ર રચીને કિસાન આંદોલનને ખતમ કરવાની કોશિશ કરી છે.

ગૃહમંત્રીના નિવાસ સ્થાને ચાલી રહી છે મહત્વની બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક થઈ રહી છે. દિલ્હી પોલીસ કમિશ્નર, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર એજન્સના પ્રમુખ અરવિંદ કુમાર કેન્દ્રીય ગૃહમંત્રીના ઘરેથી નિકળી ગયા છે. ગૃહમંત્રીના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં ચાલી રહી છે.

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

Pravin Makwana

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!