દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને મહિલાઓના શારીરિક શોષણ અંગેના નિવેદન બદલ નોટિસ આપી છે. પોલીસે રાહુલને શારીરિક શોષણની ફરિયાદ કરનારી પીડિતાઓની વિગતો આપવા કહ્યું છે. નોટિસમા લખાયું છે કે, રાહુલે પોલીસને એવી પીડિતાઓની માહિતી આપવી જોઈએ કે જેની પર તેમના કહેવા પ્રમાણે બળાત્કાર થયો હતો કે જેથી તેમને પોલીસ રક્ષણ આપી શકાય. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટના આધારે સવાલોની યાદી પણ મોકલી છે. આ નોટિસ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ઘરે જઇને આપી હતી અને ખુદ રાહુલ ગાંધીએ નોટિસ સ્વીકારી હતી.

ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં રાહુલે કહ્યું હતું કે, મહિલાઓનું જાતિય અને શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે એવું મેં સાંભળ્યું છે. એક છોકરી પર બળાત્કાર થયો હોવાની ખબર પડતાં મેં તેને કહેલું કે, આપણે પોલીસને બોલાવવી જોઈએ. તેણે કહ્યું કે પોલીસને બોલાવશો નહીં. પોલીસ આવશે તો હું બદનામ થઈ જઈશ.
READ ALSO
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન