GSTV

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, પીએમઓ અને લાલકિલ્લાને ઉડાવવાનું ષડયંત્ર

Last Updated on July 26, 2018 by Karan

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના 12 જેટલા આતંકવાદીઓ દિલ્હીમાં ઘૂસી ચુક્યા હોવાનું એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના પાંચ અને લશ્કરે તૈયબાના સાત આતંકવાદીઓ હોવાની આશંકા છે. પીએમઓ અને લાલ કિલ્લાને ઉડાવવાનો આતંકવાદીઓનો ટાર્ગેટ હોવાનું માનવામાં આવે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પંદરમી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે ખતરો કંઈક વધારે છે. ટાર્ગેટ દિલ્હી છે. કારણ અહીં ઘણાં વર્ષોથી આતંકવાદીઓ કોઈપણ બદઈરાદા પાર પાડવામાં સફળ રહ્યા નથી. તેને કારણે ઘણાં આતંકવાદી સંગઠનો દિલ્હીમાં કંઈક મોટું કરવાની યોજના બનાવી રહ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે યુપી એટીએસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોઈડામાં ઝડપાયેલા જમાત-ઉલ-મુજાહિદ્દીના બે શકમંદ આતંકવાદીઓના મામલામાં પણ દિલ્હી પોલીસનો સ્પેશ્યલ સેલ કામગીરી કરી રહ્યો છે. તેના દ્વારા એ જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે કે શું આ આતંકવાદીઓ દિલ્હીને દહેલાવાની કોઈ કોશિશમાં હતા.? શું તેમનો કોઈ આતંકવાદી ઘટનાઓને પાર પાડવાની બાબત સાતે સંબંધ છે?

સૂત્રો મુજબ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દિલ્હીને નિશાન બનાવવા માગતા આતંકવાદીઓને સમર્થન આપી રહી છે. આના સંદર્ભે દિલ્હી પોલીસે આઈબી, રૉ અને અન્ય એજન્સીઓ પાસેથી કેટલાક એલર્ટ મળી રહ્યા છે. તેના સંદર્ભે વધુ જાણકારી આપવાનો અધિકારીઓ દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે તેમને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે. દિલ્હીમાં આતંકવાદીઓ મોટી ઘટના પાર પાડવાની ફિરાકમાં છે. પંદરમી ઓગસ્ટ પહેલા અથવા તો પંદરમી ઓગસ્ટના દિવસે આતંકવાદીઓ પોતાના બદઈરાદા પાર પાડવાની કોશિશ કરે તેવી શક્યતા છે. આતંકવાદીઓના કારસાને નિષ્ફળ બનાવવા માટે દિલ્હી પોલીસ સહીત દેશની ગુપ્તચર એજન્સીઓએ પોતાના સંપૂર્ણ નેટવર્ક એલર્ટ મોડ પર લાવી દીધું છે.

આપવામાં આવેલા ઈનપુટ્સ પ્રમાણે. પીએમઓમાં બોમ્બ મૂકવો અને લાલકિલ્લાને ઉડાવાવની કોશિશનો ઉલ્લેખ કરાયો છે. કેટલાક શંકાસ્પદો પર દિલ્હી સ્પેશયલ સેલ પણ કામ કરી રહ્યું છે. શકમંદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબા સાથેની ઘનિષ્ઠતાની કોઈ જાણકારી અપાઈ રહી નથી. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પોલીસના સ્પેશયલ સેલ દ્વારા કોઈ ખાસ ઓપરેશન પર કામગીરી થઈ રહી છે. આશા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં કોઈને કોઈની ધરપકડ પણ થશે.

Related posts

ગુજરાતના નેતાઓની ક્રાઈમ કુંડળી: નવા મંત્રીમંડળમાં સાત મંત્રીઓનો ગુનાઈત ઈતિહાસ, જોઈ લો આપણાં નેતાઓએ કરેલા છે આવા કાંડ

Pravin Makwana

BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!