GSTV
Home » News » જુઓ દિલ્હી પોલીસની 3.7 કરોડ રૂપિયાની બસ, જાણો તેની વિશેષતાઓ

જુઓ દિલ્હી પોલીસની 3.7 કરોડ રૂપિયાની બસ, જાણો તેની વિશેષતાઓ

હાલમાં દિલ્હી પોલીસે પોતાની ફોર્સમાં એક બસનો સમાવેશ કર્યો છે, જેનો મોબાઈલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે ઉપયોગ કરાશે. જેનો ઉપયોગ ઈમરજન્સી સ્થિતિઓમાં કોમ્યુનિકેશન માટે કરાશે.

આ ભારતમાં આ પ્રકારની પ્રથમ બસ છે. સૂત્રો મુજબ, આ બસને પૂર્ણ કરવામાં 6 મહિનાનો સમય થયો છે. આ મોબાઈલ કંટ્રોલ રૂમમાં અમૂક પ્રકારના એડવાન્સ ઉપકરણ લગાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ગંભીર પરિસ્થિતિઓથી લડવા માટે કરી શકાય છે. આ બસમાં અલગ-અલગ સ્તરના ઉપકરણનો પ્રયોગ કરાઈ રહ્યો છે, જે ઘણાં પ્રકારના કોમ્યુનિકેશન મોડ પ્રદાન કરે છે. આ બસની કોઈ સત્તાવાર જાણકારી તો જાહેર કરાઈ નથી, પરંતુ એવુ કહેવાઈ રહ્યું છે કે તેમાં સીએનજી પ્રયોગ કરાઈ રહ્યો છે.

બસને નેવી બ્લૂ રંગમાં રાખવામાં આવી છે તથા દિલ્હી પોલીસનો લોગો બનાવવામાં આવ્યો છે, આ બસનું ઉદ્ધાટન દિલ્હીમાં કરાયું છે અને તેને કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં ઉપયોગ લાવવા હંમેશા તૈયાર રાખવામાં આવશે.

દિલ્હી પોલીસે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે “મોબાઈલ કંટ્રોલ રૂમમાં ઈન્ટરગ્રેડ કોમ્યુનિકેશન સિસ્ટમ, વૉઈસ લૉગર, વાયરલેસ રેડિયો ઑપરેટર કંસોલ, સીસીટીવી સર્વેલન્સ, યૂપીએસ જેવા આધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યા છે. જેના ઈન્ટિરીયરને પણ ઈકો ફ્રેન્ડલી ડિઝાઇન આપવામાં આવી છે.”

નવા મોબાઈલ કંટ્રોલ રૂમથી મહત્વપૂર્ણ તક જેવી હોળી, દિવાળી, સ્વતંત્રતા દિવસ વગેરેનો સુરક્ષાનો ઉપયોગ સારી રીતે કરવામાં આવશે. સાથે જ ચૂંટણી અથવા ઈમરજન્સી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. નવો મોબાઈલ કંટ્રોલ રૂમ થોડા કલાકની અંદર દિલ્હીના કોઈ પણ વિસ્તારમાં પહોંચી શકે છે, જેનાથી દિલ્હી પોલીસને કોઈ પણ પરિસ્થિતિમાં લડવામાં સરળતા પડશે. દેશની રાજધાનીની દ્રષ્ટિએ શહેરની સુરક્ષા અત્યંત જરૂરી છે.

READ ALSO

Related posts

આ દેશે લાગૂ કર્યો અનોખો કાયદો, ઘરમાં સિગરેટ પીવા પર થશે 6 વર્ષની જેલ

Mansi Patel

ધોરણ 7ના વિદ્યાર્થીએ 10.74 લાખની કમાણી કરી અને એવી જગ્યાએ દાનમાં આપ્યા કે તમે પણ કહેશો વાહ…

Mayur

સુરત : મોબાઈલ ચોરીના આરોપને લઈ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!