મોદી એકાએક ઉભા રહી ગયા અને આવું કહીને દિલ્હીમાં ભાજપના કાર્યકરના પકડી લીધા બે કાન

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બે દિવસના સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અલગ અને આગવો અંદાજ જોવા મળ્યો હતો. વડા પ્રધાન અહીં કાર્યકરો સાથે મળતા જોવા મળ્યા હતા.

કાર્યક્રમમાંથી બહાર નીકળી રહેલા પીએમ મોદી ભાજપના એક કાર્યકરને જોઈને ઉભા રહી ગયા હતા. મોદીએ કાર્યકરને નામ સાથે બોલાવીને કહ્યું હતું કે ભાઈ બાલા, મારુ પુસ્તક મળ્યું કે નહી. કેવુ પુસ્તક લખ્યું છે યાર… મોદીએ કાર્યકરના કાન પકડ્યા હતા અને પછી તેના ખભા પર ધબ્બો મારીને હસતા હસતા આગળ વધી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રિય સંમેલનના ઉદઘાટનમાં પહોંચ્યા હતા. આ સંમેલનમાં 12000 લોકો હિસ્સો લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારીમાં ભાષણ આપ્યું હતું જ્યાં તેમણે દેશભરના ભાજપના કાર્યકર્તાઓની કામગીરીના વખાણ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતા જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય મંડળની પહેલી મીટીંગ છે જે અટલ બિહારી વાજેપેયીજી વિના થઈ રહી છે.

હું કામના કરૂ છું કે પાર્ટીના કાર્યકર્તાઓ પર તેમનો આશિર્વાદ રહે. આ સંગઠનની શક્તિ અને જનજનની ભક્તિનું પરિણામ છે જેના થકી આજે આપણે આટલી તાકાત અને તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને દેશના 16 રાજ્યોમાં આપણે સરકાર ચલાવી રહ્યા છીએ અથવા તો સરકારમાં સામેલ છીએ. આ સિવાય તેમણે કાર્યકર્તાઓની કામગીરીના પણ વખાણ કર્યા હતા. જેમણે ભાજપના તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter