GSTV
Home » News » પ્રિયંકાની ભાવી યોજનાઓ અંગે સસ્પેન્સ, આ સાંસદથી ભાજપ થયું નારાજ

પ્રિયંકાની ભાવી યોજનાઓ અંગે સસ્પેન્સ, આ સાંસદથી ભાજપ થયું નારાજ

શું પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી લડશે અને જો લડશે તો ક્યાંથી લડશે? સોનિયા ગાંધીની લોકસભાની બેઠક રાયબરેલીથી ચૂંટણી લડવાની શક્યતાને નકારી શકાય નહીં પરંતુ એવી માગ ઉઠી છે કે તેણે મોદી સામે વારાણસીમાંથી ચૂંટણી લડવી જોઇએ. તો કેટલાક કોંગ્રેસીઓ ઇચ્છે છે કે તેણે લખનઉથી ચૂંટણી લડવી જોઇએ. પરંતુ પક્ષમાંથી એક સુર એવો પણ ઉઠયો છે કે પ્રિયંકાએ પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી જ ચૂંટણી લડવી જોઇએ કારણ કે તેમના એ વિસ્તારના મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

ભાજપના સાંસદે પ્રિયંકાની પ્રશંસા કરતાં ભાજપ નારાજ

 હરિયાણાના કરનારના  ભાજપના સાંસદ અશ્વિની કુમાર ચોપરાએ પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતાં ભાજપ મોવડી મંડળ ખૂબ નારાજ થયું હતું. ચોપરાએ પોતાના પંજાબી ભાષાના છાપામાં પ્રિયંકાની તુલના ઇન્દિરા ગાંધી સાથે કરી હતી. ચોપરા અને પ્રિયંકા લોધી એસ્ટેટમાં એક બીજાના પાડોશી છે. ચોપરાએ પ્રિયંકાની પ્રશંસા કરતા ભાજપના નેતાઓમાં તેઓ અણગનતા બની ગયા છે અને શંકાના દાયરામાં આવી ગયા છે.

મોદી વિરૂધ્ધ યોગી, મુદ્દો મંદિર

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ માટે સરકાર કોર્ટના ચૂકાદાની રાહ જોશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ૨૯ જાન્યુઆરીએ રાખતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું હતું કે ‘જો કોર્ટ રામ મંદિર મુદ્દે કોઇ નિર્ણય ના લઇ શકતી હોય તો અમે ૨૪ કલાકમાં નિર્ણય લઇ લઇશું’. જોકે, તેમણે પોતાના નિવેદન પછી વધારો કે ખુલાસો કર્યો ન હતો. મંદિર બાંધવા અંગે લોકોની ધીરજ ખુટતી જતાં સરકારની કઇ યોજના છે તે જાણી શકાતું નથી.

Related posts

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur

નાદુરૂસ્ત તબિયતને લઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Mayur

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!