કોંગ્રેસ અને ભાજપ આમ તો વિવિદ મુદ્દે લડતા જ હોય છે, પરંતુ મહિલાઓ સાથે ન્યાય કરવાની વાત આવે ત્યારે બંને પક્ષો એક સરખું જ વલણ દાખવે છે. અત્યાર સુધી ભાજપે માત્ર ૩૬ મહિલાઓને જ ટિકિટો આપી હતી તો કોંગ્રેસે એના કરતાં પણ ઓછી માત્ર ૨૮ મહિલાઓને ટિકિટ આપી હતી. ભાજપની મહિલા ઉમેદવારો રાજકીય પરિવારોમાંથી આવે છે તો સામે પક્ષો ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે ૩૩ ટકા અને બંગાળમાં મમતા એ ૪૦ ટકા બેઠકો મહિલાઓને આપી હતી.કોંગ્રેસને જવાબ આપવો પડશે. રાહુલ ગાંધી એમ કહે છે કે જો તેઓ સત્તામાં આવશે તો મહિલા ખરડાને પસાર કરી દેશે.
દિલ્હીમાં ૧૯૬૭ પછી માત્ર સાત જ મહિલા સાંસદો
૧૯૬૭ પછીથી જ્યારે દિલ્હીના લોકસભાની બેઠકો પાંચથી વધારી સાત કરવામાં આવી હતી ત્યાર પછીથી માત્ર સાત જ મહિલાઓને લોકસભા માટે યોગ્ય માનવામાં આવી હતી. એમાંથી ત્રણ મહિલાઓ કેન્દ્રમાં મંત્રી બની હતી. સાંસદોમાં સુભદ્રા જોશી(૧૯૭૧),નવલ પ્રભાકર (૧૯૮૪)અને સુષમા સ્વરાજ (૧૯૯૬ અને ૧૯૯૮),મીરા કુમાર (૧૯૯૬-૧૯૯૮) અનિતા આર્યા (૧૯૯૯) અને ક્રિષ્ણા તિરથનો સમાવેશ થતો હતો.
અમિત શાહ ભાજપના અડવાણી બનશે?
ભાજપના વર્તુળો અનુસાર તેમના પ્રમુખ અમીત શાહને અડવાણીને બદલે ગાંધીનગરના ઉમેદવાર બનાવતા પક્ષે મોટી રમત રમી છે.’આનો સીધો અર્થ એ થયો કે જો મોદી ફરી વડા પ્રધાન બને તો અમીત શાહ સરકારમાં નંબર ટૂ બની જશે. આમ વાજપેયીના સમયમાં જે સ્થાન અડવાણીનું હતું એ જ સ્થાન શાહનું થઇ જશે’એમ એક નેતાએ કહ્યું હતું.
મોદી-શાહની ભૂમિકા નક્કી થશે
વાજપેયી અને અડવાણીની જેમ મોદી-શાહની ભૂમિકા પણ નક્કી થઇ જશે.જો શાહને કેબિનેટમાં લેવામાં આવે તો ભાજપના પ્રમુખ કોઇ નવો જ હશે. વાજપેયીના સમયમાં અડવાણીનું સ્થાન ભલે ગૃહ મંત્રીનું હતું, પરંતુ પક્ષમાં તેમની પકડ મજબૂત હતી. આ વલણ અત્યાર પણ ચાલુ જ છે.૨૦૧૪માં જ્યારે અડવાણીએ વડા પ્રધાન તરીકે મોદીનો વિરોધ કર્યો હતો ત્યારે જ તેમનું પતન શરૂ થઇ ગયું હતું.
કોંગ્રેસ-તૃણમુલ વચ્ચે ખાઇ વધી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કંોગ્રેસ વચ્ચેની ખાઇ વધુ પહોંળી થઇ છે. મમતા એ પોતાના પક્ષના નામમાંથી કોંગ્રેસ શબ્દ દૂર કર્યો હતો.ફકત તૃણમુલ જ પુરતું છે, એમ ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ અને લોકસભાના સભ્યે કહ્યું હતું. જો કે ચૂંટણી પંચના પક્ષનું નામ તૃણમુલ કોંગ્રેસ જ નોંધાયેલું છે.
ઇન્દર સાહની
READ ALSO
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?
- એકનાથ વિરુદ્ધ ઉદ્ધવ! રાજકીય લડાઈ હવે કાયદાકીય તરફ, અઘાડી સરકાર બચાવવાનો પ્રયાસ તો બીજી તરફ નવા સમીકરણ ગોઠવવાની તૈયારી