દિલ્હીના ઉપ રાજ્યપાલ પદેથી અનિલ બૈજલના રાજીનામા બાદ નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનિલ બૈજલનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપ રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.

આ અગાઉ દિલ્હીના ઉપ રાજ્યપા અનિલ બૈજલે અચાનક રાજીનામુ આપી દેતા અનેક અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ અનિલ બૈજલે અંગત કારણો સર રાજીનામુ આપ્યુ હોવાનું કારણ આગળ ધર્યુ હતું. એટલુ જ નહીં નવા ઉપ રાજ્યપાલના નામને લઈને પણ અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે હવે દિલ્હીના નવા ઉપ રાજ્યપાલ પદે વિનય કુમાર સક્સેનાનું નામ જાહેર થતા તમામ અટકળોનો અંત આવ્યો છે.