GSTV
Gujarat Government Advertisement

દિલ્હી-NCRમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી, 70 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાશે પવન

Last Updated on May 13, 2020 by Pravin Makwana

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આજે ઘૂળ-ડમરી સાથે તોફાની પવન ફુંકાવાની આશંકા છે. આ દરમિયાન લગભગ 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે ઓરેન્ઝ એલર્ટ પણ જાહેર કર્યું છે.

વાતાવરણમાં આવ્યો પલટો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પણ પશ્ચિમ વિભાગમાં વાતાવરણ પર વિપરીત અસર વર્તાઈ શકે છે. સાથે સાથે પર્વતીય વિસ્તારોમાં પણ જેવા કે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સાથે જ પંજાબ, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાન તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેની અસર દેખાઈ શકે છે. જેને લઈ હવામાન વિભાગે પણ ખરાબ અસરની ચેતવણી આપી છે. બુધવારના રોજ પણ આ વિસ્તારોમાં ખરાબ વાતાવરણ રહ્યું હતું. આ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી.

આ બાજૂ રવિવારે આવેલી આંધીના કારણે તાપમાનમાં લગભગ 7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. જેમાં વિતેલા બે દિવસમાં તાપમાનમાં વધારો થયો નહોતો. જેના કારણે બુધવારના રોજ તોફાન અને વરસાદના કારણે વાતાવરણમાં ફેરફાર થયો નહોતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!