GSTV
India News Trending

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

દિલ્હી-NCRના વિસ્તારમાં ધુમ્મસ અને ઠંડીની સમસ્યા વધવાની છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 2 દિવસ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ મામલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

તાપમાનમાં ઘટાડો થશે

દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એવામાં જાહેર કરાયેલા એલર્ટ અનુસાર, આગામી 2 દિવસમાં તાપમાન તેનાથી પણ વધુ ઘટી શકે છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શુક્રવારથી હિમાલય ક્ષેત્રમાં અસર કરવા લાગશે. તેથી દિલ્હીમાં તાપમાન ઘટી શકે છે. આ જ કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો અંદાજ છે. બરફથી ઢંકાયેલા પહાડો પર ઠંડી, સુકા પવનો આવતા સોમવાર સુધી તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ અનુસાર એર ક્વોલિટીમાં સુધારનો અંદાજ છે.

શું હોય છે રેડ, ગ્રીન, ઓરેન્જ અને યલો એલર્ટ…

હવામાન વિભાગ 4 પ્રકારના એલર્ટ જાહેર કરે છે. જેમાં ગ્રીનનો અર્થ કોઈ જોખમ નથી. બીજું યલો એલર્ટ- એટલે જોખમ માટે સાવચેત રહો. આ એલર્ટ માત્ર વોચ રાખવા સિગ્નલ છે. ત્રીજુ ઓરેન્જ એલર્ટ- જેનો અર્થ જોખમની શક્યતા રહેલી છે. જેથી મુસાફરી કરવા બાબતે સાવચેતી રાખવાની જરૂર હોય છે. રેડ એલર્ટ એટલે સૌથી ખતરનાક સ્થિતિ. હવામાન વિભાગ રેડ એલર્ટ હવામાનના ભયજનક સ્તરે પહોંચવા પર જ જાહેર કરાય છે.

READ ALSO

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV