GSTV
Home » News » શિયાળો પૂરો થવાની અણી ઉપર અને ઉનાળાની જગ્યાએ ચોમાસુ શરૂ થઈ ગયું

શિયાળો પૂરો થવાની અણી ઉપર અને ઉનાળાની જગ્યાએ ચોમાસુ શરૂ થઈ ગયું

રાજધાની દિલ્હીમાં પણ કસોસમી વરસાદ પડ્યો. અહીં રાજપથ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. જેથી જનજીવન પર આંશિક અસર વર્તાઈ. દિલ્હીમાં ઠંડી અને વરસાદના કારણે હવામાનનો મીજાજ સતત બદલાઈ રહ્યો છે. આ પહેલા પણ દિલ્હીના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં શનિવાર છેલ્લા ચાર વર્ષોનો સૌથી ઠંડો દિવસ રહ્યો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં શનિવારે ન્યૂનતમ 13 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ. આ સાથે હવામાન વિભાગે દિલ્હીમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી પણ કરી છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદના કારણે દિલ્હીમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.

પાટણના વાતાવરણમાં પલ્ટો

તો આ તરફ પાટણમાં પણ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં છુટાછવાયા વાદળ ઘેરાયા છે અને રાતે વરસાદી છાંટા પણ પડ્યા. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાના કારણે જીરું સહિતના પાકને રોગચાળો આવે તેવી ભીતિ છે.

READ ALSO

Related posts

16માંથી 15 જજોનો ભારત તરફી ફેંસલો, પાકિસ્તાન આડુ ફાટવા છતાં મોટી કૂટનીતિક જીત

Karan

પાલીતાણાનાં દુધાળા ગામની ગૌચર જમીન મુદ્દે માલધારીઓ આકરા પાણીએ

Mansi Patel

કૂલભૂષણ કેસમાં ભારતની મોટી જીત : ફાંસીની સજા પર પ્રતિબંધ, પાકિસ્તાનને ઝટકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!