GSTV
Home » News » રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર, દિલ્હી ખાતે કકળાટ શરૂ

રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર, દિલ્હી ખાતે કકળાટ શરૂ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઈને કોંગ્રેસની અંદર વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. ટિકિટ વહેંચણીથી નારાજ રાજસ્થાનથી દિલ્હી આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોડી રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન કર્યા છે.

રાજસ્થાનમાં ટિકિટ વહેંચણી મામલે નારાજ થયેલા પાર્ટીના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા તો પોલીસે તેમને રોકી દીધા હતા. નદબઈ, બસેડી, ચુરુ, ભરતપુર સહીતની વિધાનસભા બેઠકો પરના કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાહુલ ગાંધીને નહીં મળી શકવાને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા. જો કે બાદમાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યુ હતુ કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી આમ તો યુવાવર્ગને આગળ લાવવાની વાત કરે છે. પરંતુ ટિકિટ વહેંચણી સમયે તેઓ પોતાની વાતને જ ભૂલી જાય છે. બહારના લોકોને અચાનક લાવીને ટિકિટ આપી દેવામાં આવે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે નાણાં લઈને ટિકિટ વહેંચણી કરવામાં આવી છે. તેમનું કહેવું હતું કે ઘણી વિધાનસભા બેઠકો પર પેરાશૂટ ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે અને વર્ષોથી કામ કરનારા જમીની કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે છત્તીસગઢ વિધાનસભા બેઠકો માટે ટિકિટ વહેંચણી મામલે પણ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠયા હતા. તાજેતરમાં જયપુર ખાતે કોંગ્રેસના કાર્યાલય ખાતે ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે મતદાન થવાનું છે અને અગિયાર ડિસેમ્બરે મતગણતરી થવાની છે. ભાજપે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 162 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Related posts

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!