GSTV

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

મેટ્રો

Last Updated on July 25, 2021 by Damini Patel

દિલ્હી સરકારે લોકડાઉનનાં નિયંત્રણોથી ત્રણ મોટી રાહત આપી છે. આમાં સૌથી મોટી રાહત મેટ્રો અને બસોમાં બેસવાની સુવિધાથી સંબંધિત છે. નવા ઓર્ડર મુજબ હવે લોકો 100 ટકા ક્ષમતા સાથે મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકશે.

જો કે, ઉભા રહીને મુસાફરી કરતા લોકો પર હજી પ્રતિબંધ રહેશે. આ સાથે, જ સરકારે 50 ટકા ક્ષમતા સાથે ઓડિટોરિયમ અને સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી છે. હવે વધુમાં વધુ 100 લોકો લગ્ન અને અંતિમ યાત્રામાં ભાગ લઈ શકશે.

મેટ્રો

અત્રે ઉલ્લેખનિય છે કે અનલોક -6 સુધી વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટ આપવામાં આવી હતી, પરંતુ જાહેર પરિવહન માટે કોઈ છૂટ નહોતી. આને કારણે મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટોપ પર મુસાફરોએ દરરોજ લાંબી રાહ જોવી પડી રહી છે.

50% ક્ષમતાની મંજૂરી હતી

ભીડ વધવાના કારણે મુસાફરોએ રાજીવ ચોક ખાતે 30 મિનિટ રાહ જોવી પડી હતી. જાહેર પરિવહનની ઉપલબ્ધતા ન હોવાને કારણે દૈનિક મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સવારથી જ મેટ્રોમાં મુસાફરોનો ધસારો વધવા લાગે છે. હાલમાં મુસાફરોને 50 ટકા ક્ષમતા પર બસો અને મેટ્રોમાં મુસાફરી કરવાની છૂટ હતી, પરંતુ આ છૂટને કારણે હવે મુસાફરી આરામદાયક બની રહેશે.

જૂની માર્ગદર્શિકા મુજબ 17 મુસાફરો બસમાં મુસાફરી કરી શકતા હતા જ્યારે મેટ્રો કોચમાં 25 મુસાફરો મુસાફરી કરી શકતા હતા. હવે જાહેર પરિવહન સુવિધામાં છૂટછાટ મળે તો મુસાફરોની મુશ્કેલીઓ ઓછી થશે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!