GSTV
Home » News » દિલ્હી મેટ્રોના 30 લાખથી વધુ યાત્રિકો માટે ખુશખબરી, ઘટી શકે છે ભાડુ

દિલ્હી મેટ્રોના 30 લાખથી વધુ યાત્રિકો માટે ખુશખબરી, ઘટી શકે છે ભાડુ

દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત બાદ મહિલાઓને મેટ્રોમાં ફીમાં સફરને લઈને મેટ્રો રેલ નિગમે (Delhi Metro rail Corporation) પ્રસ્તાવ દિલ્હી સરકારને મોકલી આપ્યો છે.

મેટ્રોના ભાડામાં બેગણો વધારો કર્યા બાદ કેન્દ્ર સરકારે વૃદ્ધો અને વિદ્યાર્થીઓને રાહત આપવાની વાત કરી હતી. દિલ્હી સરકારે મહિલાઓને ફીમાં સફર કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. એવામાં બન્ને પક્ષ તરફથી સહમતી ન બનતા ત્રીજા વિકલ્પના રૂપમાં બધા યાત્રિઓને ભાડામાં રાહત આપવાનો વિચાર થઈ શકે છે. જો આવું થશે તો દિલ્હી અને એનસીઆરના 30 લાખથી વધારે લોકોને તેનો ફાયદો થશે,

મેટ્રોમાં મફત યાત્રા એક્ટ બની શકે છે અડચણ

તો બીજી તરફ, ભાડુ નિર્ધારણ સમિતિ સહમતીના પ્રસ્તાવથી અડચણ વધી ગઈ છે. સાથે ડીએમઆરસીએ પ્રસ્તાવમાં કહ્યું છે કે, મેટ્રો એક્ટમાં ફ્રીમા મુસાફરી કે સબસીડીની કોઈ વ્યવસ્થા નથી. એવામાં મહિલાઓને મેટ્રોમાં ફ્રીમાં મુસાફરીની સુવિધામા આ એક્ટ અડચણ બની શકે છે.

પ્રસ્તાવ તૈયાર કરતા સમયે ડીએમઆરસીએ ટેકનિકલ ઈસ્યૂ ઉપરાંત કાયદાકિય મુશ્કેલી ઉપર પણ લિગલ ટીમ સાથે ચર્ચા કરી છે. એવામાં ટીમે મેટ્રો એક્ટમાં જે પ્રાવધાનનો ઉલ્લેખ કર્યો છે તેમને પણ ડીએમઆરસીએ પ્રસ્તાવમાં ઉમેરીને સરકારને જણાવ્યું છે. તેમાં યોજનાને ભાડુ નક્કી કરતી સમિતિ પાસે મંજૂરી લેવાનું સુચન પણ છે.

Rahul Gandhi kejriwal

ડીએમઆરસીના અધિકારી કહ્યું કે, સરકારને આ વાતની પણ જાણ કરવામાં આવી છે કે જેંડર આધારિત કે કોઈ ખાસ વર્ગને ભાડામાં રાહત આપવાનો હજુ સુધી કોઈ નિયમ નથી. એવામાં યાત્રિયોને કોઈપણ પ્રકારની છૂટ આપવા માટે નિતિ તૈયાર કરવી પડે છે. જે ભાડું આકારણી સમિતિના સુચન પર જ સંભવ છે.

READ ALSO

Related posts

આ ટ્રસ્ટ પાસેથી બેંકોએ ચિલ્લર લેવાનો કર્યો ઈન્કાર , મામલો પહોંચ્યો રીઝર્વ બેન્કે

Path Shah

CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

Riyaz Parmar

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!