GSTV

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Last Updated on June 18, 2021 by Dhruv Brahmbhatt

દિલ્હી સરકારએ બુધવારના રોજ ફ્રન્ટલાઇન વર્કર્સને લઇને મોટી જાહેરાત કરી છે. સરકારી આદેશ અનુસાર, દિલ્હીના 5,000 યુવાઓને મેડિકલ આસિસ્ટન્ટ તરીકે પ્રશિક્ષિત કરવામાં આવશે. કોરોના જેવી મહામારીમાં લોકોની સેવામાં આ ફ્રન્ટલાઇન વર્કર્સને તૈનાત કરવામાં આવશે. આ યુવાઓને દિલ્હીના ડૉક્ટર્સ અને નર્સની દેખરેખમાં ટ્રેનિંગ આપવામાં આવશે. યુવાઓ અને યુવતીઓને પ્રશિક્ષણ આપવા માટે ગુરૂ ગોવિંદસિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. પૂર્વમાં આ યુનિવર્સિટીનું નામ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી (IP University) હતું. હજુ પણ આ નામથી પ્રસિદ્ધ છે. દિલ્હીના 9 મોટી મેડિકલ ઇન્સ્ટીટ્યુટોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને IP યુનિવર્સિટીની તરફથી ટ્રેનિંગ આપવામાં આવશે.

Corona

કોરોના મહામારીને જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઇ લહેર હોય અથવા તો આ વખતની બીજી લહેર, દિલ્હીમાં ફ્રન્ટલાઇન વર્કર્સનું મહત્વ ખૂબ જોવામાં આવ્યું છે. દર્દીઓની દેખભાળથી લઇને તાજેતરમાં શરૂ થયેલ રસીકરણ સુધીના કામમાં ફ્રન્ટલાઇન વર્કર્સએ તમામ જવાબદારી નિભાવી છે. હવે ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ત્યારે તેને જોતા દિલ્હી સરકારએ ફ્રન્ટલાઇન વર્કર્સને ધ્યાને રાખી આ મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી કેટલીક ન્યૂનતમ લાયકાતો કરવામાં આવી છે. આ યોગ્યતાઓને જે યુવા-યુવતીઓ પૂર્ણ કરે છે તે આઇપી યુનિવર્સિટી અંતર્ગત ટ્રેનિંગ લઇ શકે છે.

હેલ્થ આસિસ્ટન્ટ માટેની યોગ્યતા

12મું પાસ હોવું જરૂરી એટલે કે જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ 12મું પાસ કરી ચૂક્યાં છે તેઓ આ ટ્રેનિંગ માટે યોગ્ય ગણાશે. 12માંની યોગ્યતા એટલા માટે રાખવામાં આવી છે કે, જેથી મેડિકલની થોડીક ઘણી સમજણ હોય. મેડિકલના ટર્મ અને કામને સમજતા આસિસ્ટન્ટની ટ્રેનિંગ લઇ શકે. પછી તે જ ટ્રેનિંગના આધાર પર આપાતકાળમાં લોકોને પોતાની સેવા આપી શકે.

18 વર્ષથી વધારે ઉંમર

હેલ્થ આસિસ્ટન્ટની ટ્રેનિંગ લેવા માટે યોગ્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઇએ. આ ઉંમરના છોકરા-છોકરીઓ ટ્રેનિંગ લઇને સેવા ક્ષેત્રમાં ઉતરી શકે છે. કામ જો કે કઠીન માનવામાં આવે છે, આવાં ખતરાઓની વચ્ચે રહીને લોકોની સેવા કરવાની હોય છે. એટલાં માટે ઉંમરમાં મેચ્યોરિટીને જોતા આ ઉંમરની મર્યાદા રાખવામાં આવી છે.

અરજી માટે શું કરવાનું રહેશે, શું છે નિયમ?

મેડિકલ આસિસ્ટન્ટ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન છે અને 17 જૂનના રોજ ગુરૂવારથી તે અમલમાં આવી ગઇ છે. યોગ્ય વિદ્યાર્થીઓ દિલ્હી સરકારની વેબસાઇટ પરથી જાણકારી મેળવીને અરજી કરી શકે છે. દિલ્હી સરકારએ કમ્યુનિટી નર્સિંગ આસિસ્ટન્ટ અથવા મેડિકલ આસિસ્ટન્ટ અથવા હેલ્થ આસિસ્ટન્ટના પદ પર અરજી માંગવાનું શરૂ પણ કરી દીધું છે. દિલ્હી સરકારના અનુસાર, અરજી કરવા માટેના યોગ્ય ઉમેદવાર delhi.gov.in પર જઇને રજિસ્ટ્રેશન અને એપ્લાય પણ કરી શકે છે.

DOCTORS

કેવી રીતે થશે ટ્રેનિંગ?

ટ્રેનિંગ માટે ‘પહેલા આઓ-પહેલા પાઓ’ (first come first serve) ની વ્યવસ્થા બનાવવામાં આવી છે. એટલે કે, જે લોકો પહેલાં રજિસ્ટ્રેશન અને એપ્લાય કરી દેશે, તેઓને પ્રાથમિકતાના આધારે મોકો આપવામાં આવશે. યોગ્યતા જો કે, 12મું પાસ અને ઓછામાં ઓછી 18 વર્ષ રાખવામાં આવી છે એટલાં માટે ભીડ વધવાની આશંકા છે. તેને જોતા સરકારએ first come first serve નો નિયમ અપનાવ્યો છે. તેની ટ્રેનિંગ 28 જૂનથી શરૂ થશે કે જે 2 સપ્તાહ સુધી ચાલશે. દરેક બેચમાં 500 ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવશે.

કામ શું હશે ?

જેમ કે ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ જણાવ્યું છે કે, ટ્રેનિંગ લેનારા યુવા ડૉક્ટર અને નર્સના આસિસ્ટન્ટ તરીકે કામ કરશે. આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને નર્સિંગ, પેરામેડિક્સ, લાઇફ-સેવિંગ, ફર્સ્ટ એડ અને હોમ કેરની ટ્રેનિંગ આપવામાં આવશે. એ બાબતો પણ સ્પષ્ટ છે કે, કોરોના જેવી મહામારીમાં લોકોની મુશ્કેલીઓને જોતા આગળ જેવી સ્થિતિ હવે ન સર્જાય, ફ્રન્ટલાઇન વર્કર્સનો ઘટાડો ન થાય, મેડિકલ એડની અછતથી કોઇ દર્દીનો જીવ ન જાય, તે બાબતોને જોતા દિલ્હી સરકાર તરફથી તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!