દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022 માટે તમામ દળોના પ્રચાર અભિયાને જોર પકડ્યુ છે. આ દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે રવિવારે દિલ્હીમાં વજીરપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં જનસંપર્ક અભિયાન કરતા ભાજપ ઉમેદવારો માટે મત માગ્યા. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આપ મંત્રી સત્યેન્દ્ર જૈનના જેલ વીડિયો મુદ્દે કહ્યુ કે રેપિસ્ટ હવે થેરાપીસ્ટ થઈ ગયા છે. તિહાડ જેલ મસાજ પાર્લર બની ગયુ છે. તિહાડ જેલમાં મસાજ સેન્ટર ખોલી દેવાયુ છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી સરકાર પર નિશાન સાધતા પાણી અને સ્વાસ્થ્ય સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો. ભાજપ અધ્યક્ષે કહ્યુ કે દેશ આગળ વધી રહ્યો છે પરંતુ દિલ્હીમાં જે વિકાસ થવો જોઈએ તે તેનાથી વંચિત છે. આનું કારણ અહીંની સરકાર છે. પોતાને કટ્ટર ઈમાનદાર કહેતા હતા પરંતુ દારૂના ઠેકેદારોનું 2 ટકાનું કમિશન 12 ટકા સુધી પહોંચાડી દીધુ. જેમાંથી 6 ટકા પોતે લઈ લીધુ. સત્યેન્દ્ર જૈન 6 મહિનાથી જેલમાં છે અને પોતાને તેઓ ઈમાનદાર ગણાવે છે અને તેઓ રમખાણો કરવવાના આરોપમાં જેલમાં છે.
દિલ્હીની જનતાને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે આવા લોકોને ઘરે બેસાડવાના છે, આમના ધારાસભ્યોએ એક રૂપિયાનું કામ કર્યુ નથી. હવે તમારે પૂનમ ભારદ્વાજ અને યોગેશ વર્માને જીતાડવાના છે. એમસીડીના સ્કુલ દિલ્હી સરકારના સ્કુલ કરતા સારા છે, લાજપતની સ્કુલ વર્લ્ડ ક્લાસમાં દસમા રેન્કની અંદર આવી છે. આમની છુટ્ટી કરો અને ભાજપને જીતાડો.
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ