GSTV
Home » News » પિસ્તોલ બતાવીને કોઈ ગાડીની ચાવી માંગે તો આપી ન દેતા, આ ચોર રમકડાની બંદૂક બતાવીને 100 કાર ચોરી ગયો

પિસ્તોલ બતાવીને કોઈ ગાડીની ચાવી માંગે તો આપી ન દેતા, આ ચોર રમકડાની બંદૂક બતાવીને 100 કાર ચોરી ગયો

delhi toy pistol robbery

દિલ્હી પોલીસે બુધવારે એક મોટા ચાલાક અપરાધીની ધરપકડ કરવાના સાથે જ એક મોટી સફળતા હાસેલ કરી છે. કુણાલ નામના અપરાધી જેની પોલીસે ધરપકડ કરી છે તેના પર 100થી વધુ નવી કારની ચોરી કરવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. કુણાલની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસે હવે ઝટકો લાગ્યો છે. જ્યારે આ ચાલાક અપરાધીની પાસે ટોય પિસ્તલ મળી આવી.

કઈ રીતે થઈ ધરપકડ

બુધવારે શાહદ્રા જિલ્લાની પોલીસની ટીમે એક કારને ચારે બાજુથી ધેરી લીધી. કુણાલ કારને ડ્રાઈવ કરી રહ્યો હતો જેના પર પાછલા 20 વર્ષમાં 100થી વધુ કાર ચોરી કરવાની ફરિયાદ દાખલ છે. પોલીસ દ્વારા ઘેરાતા જોઈને કુણાલે ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે કામયાબ ન થઈ શક્યો. ત્યાર બાદ કુણાલ કારમાંથી નીચે ઉતરીને લોખંડના રોડને ફંગોવા લાગ્યો. ત્યાર બાદ તેણે પિસ્તોલ કાઢી. જોકે સબ ઈન્સપેક્ટર રોહતાશે તેના પર કાબુ મેળવી લીધો. પોલીસ ટીમના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે તેમને ખબર પડી કે આ પિસ્તોલ એક ટોપ પિસ્તોલ છે.

21 મામલામાં ફરિયાદ છે દાખલ

ત્યાર પોલીસે કુણાલ અને તેના સાથી શાહિદની ધરપકડ કરી. શાહદ્રાની ડીસીપીએ કહ્યું કે આ બન્ને રાતના સમયે નવી કારોને પોતાનો નિશાન બનાવે છે. કુણાલ પર 21થી વધુ મામલે ફરિયાદ દાખલ છે. પોલીસે કહ્યું કે કુણાલ પ્લાસ્ટિક સર્જરી કરાવીને અને પોતાનું નામ અને સરનામું બદલીને પોલીસને થાપ આપી રહ્યો હતો.

આ પહેલા પણ કુણાલની ધરપકડ કરવામાં આવ્યો છે. પરંતુ તે પોલીસ કસ્ટડીથી ભાગી છુટ્યો હતો. બુધવારે ધરપકડ કર્યા બાદ પોલીસે તેને કારનું લોક ખોલવા માટે કહ્યું તેણે 5 મિનિટની અંદર લોક ખોલી નાખ્યું. તેના પર પોલીસને આશ્ચર્ય થયું.

Read Also

Related posts

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!