GSTV
India News ટોપ સ્ટોરી

કેજરીવાલની મોટી જાહેરાત: દિલ્હીમાં આજ રાતથી લાગૂ થશે 7 દિવસનું લોકડાઉન, વધુ કડક કરી નાખ્યા તમામ નિયમો

દિલ્હી

દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા સંકટ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હવેથી થોડા સમય પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેની ઓપચારિક જાહેરાત કરશે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલ સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તેના નિયમો પણ વિકએન્ડ કરફ્યૂ જેવા જ હશે.

દિલ્હી માટે નિર્ણય લેવો આસાન નહોતો. લોકોના રોજગાર પૂરા થઈ જાય છે. રોજમદાર જીવન જીવનારા પર મોટી મુશ્કેલી પડી હતી. પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા લાગ્યા હતા. આ વખતે આ નાનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં સમય અને પૈસા ખરાબ થશે. દિલ્હીથી બહાર કોઈ ના જશો. કદાચ તેને વધારવાની જરૂર નહીં. બધા સાથે મળીને કામ કરીશું તો જલદીથી તેના પર જીતી જઈશું.
દિલ્હીના તમામ નાગરીકોને અપિલ છે કે લોકડાઉની સખત વિરોધી છું. લોકડાઉનથી કોરોના પૂરો નથી થતો પરંતુ તેની સ્પીડ ઘટે છે. લોકોમાં સંક્રમણની એક મર્યાદા વધી રહી છે . છ દિવસમાં હમે ખૂબજ કાર્ય કરીશું. કેન્દ્રમાંથી અમે મદદ માગી છે. ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરીશું. તમામ લોકોને અપીલ છે કે ઘરની બહાર ના નીકળશો. આ કઠીન નિર્ણયમાં તમે સાથ આપો. આપણે તેનો મુકાબલો કરીને જીતીશું.

આ વસ્તુઓમાં મળી શકે છે છૂટછાટ

  • જણાવી દઈએ કે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ મળી શકે છે. તમામ મોલ, જીમ, સ્પા, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, એન્ટરટેન્ટમેન્ટ પાર્ક બંધ રહેશે.
  • દિલ્હીમાં હોટલોમાં જમવા જવાની છૂટ હશે. હોમ ડિલિવરી કે ટેક અવે ફૂડની પરમિશન રહેશે.
  • હોસ્પિટલો, સરકારી કર્મચારી, પોલિસ, જિલ્લાધિકારી, વીજળી, પાણી, સાફસફાઈ સાથે જોડાયેલા લોકોને કરફ્યૂમાં છૂટ મળશે.
  • જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાના છે કે પછી વેક્સિન લગાવવાની છે અતવા કોઈ બીમારને બહાર લઈ જવા પડે તેવીસ્થિતિમાં લોકોને બહાર આવવાની છૂટ હશે.
  • દિલ્હીમાં તમામ પ્રાઈવેટ કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ કરાશે. સરકારી ઓફિસોમાં કેટલાક જ ઓફિસરોને આવવાની પરમિશન હશે. પ્રવાસી મજૂરોને મુશ્કેલી ન હોય તેના માટે ઉપરાજ્યપાલે તેના નિર્દેશ કર્યા છે. જેથી અધિકારીઓ યોગ્ય નિર્ણય લઈ શકે.

કુલ ક્ષમતાનો 80% ICU અને સામાન્ય બેડ કોરોના માટે અનામત રાખે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25462 નવા કેસ નોંધાયા છે. એટલે કે, દર કલાકે એક હજારથી વધુ સંક્રમિત થયા છે. એક દિવસમાં સૌથી વધુ ચેપ લાગવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. એ જ રીતે, છેલ્લા 24 કલાકમાં 161 લોકોએ પણ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હી સરકારે આદેશ આપ્યો છે કે કોરોનાની સારવારમાં રોકાયેલા તમામ નર્સિંગ હોમ્સ / ખાનગી હોસ્પિટલો તેમની કુલ ક્ષમતાનો 80% ICU અને સામાન્ય બેડ કોરોના માટે અનામત રાખે.

ટૂંક સમયમાં 1500 ઓક્સિજન બેડ એક્ટિવ થઇ જશે

આ દરમિયાન સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ વિલેજ, યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરકારી શાળાની મુલાકાત લીધી છે. આ ત્રણ સ્થળોએ ટૂંક સમયમાં 1500 ઓક્સિજન બેડ એક્ટિવ થઇ જશે. દિલ્હી પોલીસે વીકએન્ડના લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી. રવિવારે કુલ 569 એફઆઈઆર નોંધવામાં આવી અને 323 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 2,369 ચલણ કાપવામાં આવ્યાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી

Nelson Parmar

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar
GSTV