GSTV

એક મંચ પર મુલાયમ-અખિલેશ-રામપાલ, જંતર મંતર પરથી સમાજવાદી પાર્ટીએ ફૂંક્યું ચૂંટણીનું રણશિંગુ

Last Updated on September 23, 2018 by Arohi

દિલ્હીના જંતર મંતર પરથી સમાજવાદી પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, મુલાયમસિંહ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના અગ્રણીઓ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. 27 ઓગષ્ટના રોજ ગાઝીપુરથી નીકળેલી સમાજવાદી પાર્ટીની સામાજિક ન્યાય અને લોકતંત્ર બચાઓ રેલીનું દિલ્હીમાં સમાપન થયું.

અનેક કાર્યકર્તાઓ સાયકલ યાત્રા વડે આ રેલીમાં જોડાયા હતા. આ પ્રસંગે અખિલેશ યાદવે સંબોધન કરી કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. અખિલેશ યાદવે કહ્યું કે યુપીએ હંમેશા દેશને રાહ ચીંધી છે અને 2019ની ચૂંટણીમાં પણ પાર્ટી આ જ કામ કરશે. અખિલેશે જણાવ્યું કે ભાજપે જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કર્યા નથી.

પીએમ મોદીએ કાળું નાણું અને નોટબંધીથી ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરી હતી. પરંતુ ભ્રષ્ટાચાર ખતમ થવાને બદલે નોકરીઓ જ ખતમ થઇ ગઇ. ખેડૂતો પણ ખેતી છોડી મજૂરી કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવે શિવપાલ યાદવના સેક્યુલર મોરચાની ટિકીટ પરથી ચૂંટણી લડવાની અટકળોને ફગાવતા કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટી અને પોતાના પુત્ર અખિલેશની સાથે જ છે. કાર્યકર્તાઓને સંબોધિત કરતા મુલાયમસિંહે જણાવ્યું હતું કે આજના સમયમાં દિલ્હીથી લઇને લખનૌ સુધી સત્તાધારી નેતાઓ પૈસા કમાવવામાં અને જમીનની લૂંટમાં વ્યસ્ત છે.

Related posts

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Pravin Makwana

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!