GSTV

ભયાનક સ્થિતિ / દેશના આ રાજ્યમાં ઓક્સિજન સંકટ, અનેક હોસ્પિટલોમાં સ્ટોક પૂર્ણ થવાના આરે

કોરોના

Last Updated on April 22, 2021 by Bansari

દેશની રાજધાની દિલ્હી હાલ કોરોના મહામારીના કારણે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. દિલ્હીમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે અને 200થી વધુ દર્દીના મોત થઇ રહ્યા છે. આ વચ્ચે હોસ્પિટલમાં બેડ્સની અછત સાથે ઓક્સિજનની પણ ઘટ પડી રહી છે. દિલ્હીના અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે.

ઓક્સિજન

દિલ્હીના કયા હોસ્પિટલમાં ઓક્સિજનની અછત

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં અત્યારે 8800 ક્યૂબિક મીટર ઓક્સિજન સ્ટોર છે. હોસ્પિટલ મુજબ તે કાલે સવારના 10 વાગ્યા સુધી ચાલી જશે. જ્યારે દિલ્હીની રોહિણી ખાતેની સરોજ હોસ્પિટલમાં પણ ઓક્સિજનો સ્ટોક માત્ર બે કલાક જેટલો બચ્યો છે. હોસ્પિટલનું કહેવું છે કે INOXથી તેમની સપ્લાય આવે છે, પરંતુ વેન્ડર રાતથી વાત નથી કરી રહ્યા. દરરોજ આ હોસ્પિટલમાં 2700 ક્યૂબિક મીટર ઓક્સિજનની જરૂર પડે છે, ત્યાં 130 કોરોના દર્દી દાખલ છે.

રાજીવ ગાંધી હોસ્પિટલમાં માત્ર બે કલાકનો ઓક્સિજન સ્ટોક

દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં માત્ર બે કલાકનો જ ઓક્સિજન સ્ટોક બાકી છે. જેના કારણે હોસ્પિટલમાં સંકટ ઉભો થયો છે. આ હોસ્પિટલને દરરોજ 5થી 6 ટન ઓક્સિનની જરૂર હોય છે. ત્યાં અંદાજે 900 દર્દી દાખલ છે. દિલ્હીની જ માતા ચાનન દેવી હોસ્પિટલમાં ગુરુવારે સવારે ઓક્સિજન ખતમ થઇ ગયો હતો. ત્યાં અંદાજે 200થી વધુ દર્દી એવા છે, જેમને ઓક્સિજનની જરૂર છે, હોસ્પિટલ તરફથી સતત ઓક્સિજન સપ્લાય કરતી કંપની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ ચાલુ છે.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકાર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની મૈક્સ હોસ્પિટલે આરોપ લગાવ્યો હતો કે તેમને ત્યાં આવનારા ઓક્સિજન ટેંકરને એઇમ્સની અંદર મોકલી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેમના દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ મામલે મેક્સ હોસ્પિટલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને તરત સુનવણીની માંગ કરી હતી.

આ અંગેની સુનવણીમાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સાથે જ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઉદ્યોગોને અપાતો ઓક્સિજન તરત જ રોકવા માટે કહ્યું છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમને ડિમાન્ડ અને સપ્લાઇનો કોઇ અંદાજ કેમ નથી? કેન્દ્ર સરકાર જલ્દીથી જલ્દી હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલવા માટે રોડ પર કોરિડોર બનાવે અને જો શક્ય હોય તો ઓક્સિજનને એયરલિફ્ટ કરવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે આનાથઈ વધારે અમે શું આદેશ આપીએ? હાઇકોર્ટે કહ્યું કે દેશમાં હજારો લોકો મરી રહ્યા છે અને તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાંટ છે?

કોરોના

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીમાં વપરાશમાં લેવાતા ઓક્સિજનને તરત જ રોકવામાં આવે. કોર્ટે કહ્યું કે લોકોને મરવા માટે ના છોડી શકાય. આ એક ગંભીર મુદ્દો છે, લોકોને જિંદગીનો મૌલિક અધિકાર છે. તમે તેમના જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો? કોર્ટે કહ્યું કે ઓક્સિજન એ જ ઉદ્યોગોને મળે જેઓ મેડિકલ સાથે જોડાયેલો સામાન બનાવી રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે અમને આશ્ચર્ય છે કે કાલના અમારા આદેશ બાદ પણ હોસ્પિટલોને ઓક્સિજન નથી આપવામાં આવી રહ્યો.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને સરેરાશ 25 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ગત રોજ દિલ્હીમાં 24,638 નવા કેસો નોંધાયા, જ્યારે 249 લોકો કોરોના સામે હારી ગયા.

Read Also

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!