GSTV
India News Trending

INX મીડિયા કેસ: ચિદમ્બરમની જામીન અરજી પર EDને હાઈકોર્ટની નોટિસ

દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા મામલામાં જેલમાં દિવસો પસાર કરી રહેલાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ રજૂ કરી છે. હાઈકોર્ટે ઈડીને સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવા માટે કહ્યુ છે અને આ મામલે આગામી સુનાવણી ચાર નવેમ્બરે કરવામાં આવશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે બુધવારે જ દિલ્હી હાઈકોર્ટમાં જમાનત અરજી દાખલ કરી હતી. તેની પહેલાં INX મીડિયાએ CBI તપાસ વાળા મામલામાં ચિદમ્બરમને મંગળવારે જામીન મળી ગયા હતા. જોકે, ઈડીની તપાસનાં મામલામાં તેમને જામીન ન મળવાને કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નથી.

ઉલ્લેખનીય છેકે, ઈડીએ ચિદમ્બરમને 24 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં લઈને તિહાર જેલમાં રાખ્યા છે. બુધવારે દાખલ કરાયેલી જામીન અરજીમાં ચિદમ્બરમે કહ્યુ હતુકે, ઈડીએ ધરપકડ ખરાબનીતીથી કરી છે અને તેનો હેતુ અરજીકર્તાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું છે.

READ ALSO

Related posts

રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા

Siddhi Sheth

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર / હિમાચલ પ્રદેશમાં 24થી 25 માર્ચ સુધી વરસાદની શક્યતા, હિમવર્ષાથી રસ્તા પર બરફ જમા થઈ ગયો

Padma Patel

Supreme Court: બિલકિસ બાનોના મામલે બનાવાશે સ્પેશિય બેન્ચ, CJI ચંદ્રચૂડે કહ્યું- સાંજે કરશું વિચાર

Kaushal Pancholi
GSTV