આટલી શૈક્ષણિક લાયકાત હોય તો જ વ્યક્તિને આપો ચૂંટણી લડવાનો અધિકાર : સુપ્રીમમાં પીઆઇએલ

ram mandir verdict

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આ સ્થિતિ વચ્ચે દરેક રાજકીય પક્ષો શિક્ષીત ઉમેદવારોને જ પસંદ કરે તે પ્રકારની માગણી ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં માગણી કરવામા આવી છે કે ચૂંટણીઓમાં રાજકીય પક્ષો એવા ઉમેદવારોને ટિકિટ આપે કે જેની પાસે ઓછામાં ઓછુ ગ્રેજ્યુએશન સુધીનુ શિક્ષણ હોય અને અને ઉમર ૭૫ વર્ષથી વધુ ન હોય.

આ ધારાધોરણોને ફરજિયાત કરી દેવામાં આવે તે પ્રકારની માગણી આ અરજીમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પણ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે તેથી આગામી ૨૫મી માર્ચે તે અંગે વધુ સુનાવણી થશે. 

સુપ્રીમ કોર્ટમાં વકીલ અશ્વિન ઉપાધ્યાયએ જાહેર હિતની અરજી મારફતે આ માગણી કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે શિક્ષિત લોકોને જ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે તે માગણી વ્યાજબી પણ છે કેમ કે તેનાથી સરકારમાં વધુ શિક્ષિત મંત્રીઓ અને ધાસાભ્યો કે સાંસદો આવશે અને સમાજને તેનાથી વધુ ફાયદો થશે.

જો કોઇ ધારાસભ્ય કે સાંસદ સંસદ કે વિધાનસભામાં બંધારણમાં સુધારા કરવા જઇ રહ્યો હોય અને કાયદા ઘડતો હોય તો તેવી સ્થિતિમાં તેની પાસે શિક્ષણ હોવું અતી જરુરી છે. સુપ્રીમ કોર્ટ હવે આગામી ૨૫મી તારીખે આ અરજીમાં જે માગો કરવામાં આવી છે તે અંગે સુનાવણી કરશે. જોકે અગાઉ પણ આવી અરજીઓ થઇ ચુકી છે જેને સુપ્રીમ કોર્ટ ફગાવી ચુકી છે. 

આ પીઆઇએલમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે જે વ્યક્તિ એક વખત ગુનેગાર સાબીત થઇ જાય તે બાદ તેના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મુકી દેવામાં આવે. આ ઉપરાંત જે પણ સાંસદો કે ધારાસભ્યો વિરુદ્ધ કેસો ચાલી રહ્યા છે તેના નિકાલ માટે વિશેષ કોર્ટની રચના કરવામાં આવે તેવી માગણી પણ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ ૨૫મીએ નિર્ણય કરશે. જે સમયે સરકાર પાસેથી પણ સુપ્રીમ કોર્ટ જવાબ માગે તેવી શક્યતાઓ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter