GSTV
Gujarat Government Advertisement

ઓક્સિજન સંકટ પર હાઈકોર્ટે મોદી સરકારની ધૂળ કાઢી નાખી, તમે આંધળા થઈ શકો અમે નહીં !!!

Last Updated on May 4, 2021 by Harshad Patel

દેશમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિને વધુ ગંભીર બની રહી છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કોરોનાના કેસ આવ્યા છે. 2 લાખથી વધુ લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. દરમિયાન દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની અછત છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજનની અછત અંગે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું, દેશની પરિસ્થિતિ જોઈને તમે આંધળા થઈ શકો અમે નહીં. અમે લોકોને મરતા જોઈ શકતા નથી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, ‘કેન્દ્રએ તો આંખે પાટા બાંધી લીધા છે. અમેએવું નથી કરી શકતા.

હાઇકોર્ટ

દિલ્હીમાં કેટલાય લોકો ઓક્સિજનના અભાવને કારણે મરી રહ્યા

હાઈકોર્ટમાં એમિકસ ક્યુરીએ માહિતી આપી છે કે દિલ્હીમાં કેટલાય લોકો ઓક્સિજનના અભાવને કારણે મરી રહ્યા છે. હાઇકોર્ટમાં એમેક્સ ક્યુરીએ સૂચવ્યું છે કે કેટલાક સ્થળોએ ઓક્સિજન સ્ટોર કરી શકાય છે, જેનાથી અછતનું સંકટ ઓછું કરી શકાય.

કોરોના

આજે અમે સુપ્રિમ કોર્ટ સમક્ષ અનુપાલન રિપોર્ટ ફાઈલ કરી રહ્યા

આના પર, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે જો મહારાષ્ટ્રમાં આ સમયે ઓક્સિજનની વપરાશ ઓછી હોય તો ત્યાંના કેટલાક ટેન્કર દિલ્હી મોકલી શકાય છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે આજે અમે સુપ્રિમ કોર્ટ સમક્ષ અનુપાલન રિપોર્ટ ફાઈલ કરી રહ્યા છીએ. અમે એ હકીકત પર નહીં જઈએ કે 700 મેટ્રિક ટન સપ્લાય કરવાનો છે અથવા ગેસનો બાકીનો ક્વોટા પૂરો કરવાનો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!