GSTV
Home » News » કમલ હાસનને હિન્દુ આતંકવાદી વાળા નિવેદન પર દિલ્લી હાઈકોર્ટ તરફથી રાહત

કમલ હાસનને હિન્દુ આતંકવાદી વાળા નિવેદન પર દિલ્લી હાઈકોર્ટ તરફથી રાહત

દિલ્લી હાઈકોર્ટે મક્કલ નિધિ મય્યમ પાર્ટીના અધ્યક્ષ અને અભિનેતા કમલ હસન સામે દાખલ કરેલી અરજીને રદ્દ કરી દીધી છે. તેમના વિરુદ્ધ આ અરજી ભાજપ ના એક નેતા અશ્વિની ઉપાધ્યાયએ દાખલ કરી હતી. અદાલતે કહ્યું કે આ ધટના તમિલનાડુમાં બની છે તેથી અરજદાર આ અરજી ત્યાં દાખલ કરો. તેમના વિરુદ્ધ આ અરજી નાથુરામ ગોડસેને હિન્દુ આતંકવાદી કહેવાના કારણે દાખલ કરવામાં આવી હતી.

ચૂંટણી કમિશને હાઈકોર્ટને જણાવ્યું કે કમલ હસન વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને ઉપાધ્યાયની પહેલી માંગ પુરી થઈ ગઈ છે. અદાલતે કમિશનને નિર્દેશ કર્યો કે તેઓ અરજદારની માંગ મુજબ અભિનેતાના ચુંટણી પ્રચાર પર પાંચ દિવસ માટે અટકાવી દેવા અને તેમની પાર્ટીની માન્યતા રદ્દ કરવા પર વિચાર કરે.


ચુંટણી પ્રચાર દરમિયાન કમલ હસને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને સ્વતંત્ર ભારતનો પહેલો હિંદુ આતંકવાદી કહ્યો હતો. ત્યાર પછી રાજકારણ ગરમાઈ ગયુ હતું. તેમણે વધુમાં કહ્યું હતુ કે આ હું એટલા માટે નથી કહી રહ્યો કે અહીં મોટી સંખ્યામાં મુસલમાન છે. હું આ મહાત્મા ગાંધીની મૂર્તિની સામે કહી રહ્યો છું કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી એક હિન્દુ હતો જેનુ નામ નાથુરામ ગોડસે હતુ.


અખીલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રીમહંત નરેન્દ્ર ગિરીએ કમલ હાસનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે કમલ હસનનુ આ નિવેદન ખોટુ છે. હિન્દુઓનો સંબંધ ક્યારેય આતંકવાદ સાથે રહ્યો નથી. આ માત્ર માનસિકતાનો ફરક છે. સનાતન હિન્દુ ધર્મ ક્યારેય કોઈને હિંસા નથી શિખવાડતો તે માત્ર પ્રેમની વાતો શિખવે છે. હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરનાર લોકોએ પહેલા હિન્દુ ધર્મને જાણવો અને સમજવો જોઈએ.

READ ALSO

Related posts

ઘરની આસપાસ આ વૃક્ષ હોય તો સમજી લો ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!