GSTV
Gujarat Government Advertisement

ફટકો / ફેસબુક, વોટ્સઅપની અરજી હાઈકોર્ટે ફગાવી, આ મામલે કંપનીઓને રાહત નહીં

Last Updated on April 22, 2021 by Bansari

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને મેસેજિંગ એપ વોટ્સઅપને દિલ્હી હાઈકોર્ટ મોટો ફટ્કો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એ અરજીને ફગાવી દીધી, જેમાં સોશિલય મીડિયા કંપનીઓએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા નવી પ્રાઇવસી પોલિસીની તપાસ માટે જારી આદેશને પડકાડયો હતો.

ફેસબુક

કોર્ટે 13 એપ્રિલે સુનાવણી પૂર્ણ કરી હતી

જસ્ટીસ નવીન ચાવલાની બેંચે 13 એપ્રિલના રોજ ફેસબુક અને વોટ્સઅપની બે જુદી-જુદી અરજીઓ પર સુનાવણી પૂરી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરતા જણાવ્યું હતું કે CCIનો આદેશ કોઇ પ્રમુખ પદના દુરુપયોગની તપાસને નથી દર્શાવતો, પરંતુ યુઝર્સની પ્રાઇવસીને લઇ ચિંતિત છે.

CCIએ કોર્ટમાં આપ્યો આ તર્ક

CCIએ કોર્ટ સામક્ષ જણાવ્યું હતુ કે વોટ્સઅપની નવી પ્રાઇવસી પોલિસીના કારણે અતિશય ડેટા કલેક્શન થઇ શકે છે અને જાહેરાત માટે યુઝર્સની પ્રાઇવસીનો ઉલ્લંઘન કરી શકે છે. જે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે, તેમાં યુઝરની લોકેશન, ઉપયોગમાં લેવાતા ડિવાઇસ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને તે કોની સાથે વાત કરી રહ્યો છે. તેનો ઉપયોગ કરી યુઝરની પ્રોફાઇલ બનાવી શકાય છે અને તેના દ્વારા ટાર્ગેટેડ એડવાર્ટાઇજિંગ કરી શકાય છે.

CCIને દખલગીરી ના કરવી જોઇએ- ફેસબુક-વોટ્સઅપ

ફેસબુક અને વોટ્સઅપે CCIના 24 માર્ચના આદેશને પડકાર્યો હતો, જેમાં તેમની નવી પ્રાઇવસી પોલિસીના તપાસના આદેશ આપ્યા છે. બંને સોશિયલ મીડિયા કંપનીઓએ કોર્ટમાં જણાવ્યું હતુ કે, જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પ્રાઇવસી પોલિસીના મામલાને જોઇ રહ્યા છે, તો તેમાં CCIને દખલગીરી ના કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુઝરની અંગત વાતચીત એન્ડ ટૂ એન્ટ એનક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે અને વોટ્સઅપ લોકોની ચેટ્સ પર નજર નથી રાખતો. તેના પર CCIએ જણાવ્યું હતુ કે તે યુઝરની પ્રાઇવસીના ઉલ્લંઘની તપાસ નથી કરી રહ્યો, જેની સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!