Last Updated on March 4, 2021 by Pravin Makwana
દિલ્હી હાઇકોર્ટે આજે એક અરજીની સુનાવણી કરતા સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા તથા ભારત બાયોટેકને કોવિશીલ્ડ અને કોવૈક્સીન રસી અંગે પોતાની નિર્માણ ક્ષમતાનો ખુલાસો કરવાની હુકમ આપ્યો છે, તે સાથે જ કોર્ટે કોવિડની રસી બહાર મોકલવા અંગે કડક ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કોવિડ-19 રસી દાનમાં આપવામાં આવી રહી છે, અન્ય દેશોને વેચવામાં આવી રહી છે, પોતાના લોકોનું રસીકરણ કરવામાં આવતું નથી, અતિ જરૂરીની ભાવના અપેક્ષિત છે.
હાઈકોર્ટે આપ્યા કડક આદેશ
હાઇકોર્ટે કેન્દ્રને હાલ કોવિડ-19 રસીકરણ માટે વ્યક્તિઓનાં વર્ગ પર સખત નિયંત્રણ રાખવાનાં તર્ક અંગે પુછ્યું છે, એટલું જ નહીં, દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારને પણ કહ્યું તે કોર્ટ પરિસરોમાં ચિકિત્સા કેન્દ્રોનું નિરિક્ષણ કરે અને બતાવે કે શું ત્યાં કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવાની સંભાવના છે.

મોટા પાયે રસી આપવાની પુરતી વ્યવસ્થા, પણ તેનો ફાયદો નથી મળતો
ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની બેંચે કહ્યું કે બંને સંસ્થાઓ સીરમ તથા ભારત બાયોટેકની પાસે મોટી સંખ્યામાં રસી પુરી પાડવાની ક્ષમતા છે, પરંતું એવું લાગે છે કે તે તેનો સંપુર્ણ ફાયદો ઉઠાવી રહી નથી.
બેન્ચે કહ્યું આપણે તેનો સંપુર્ણ રીતે ઉપયોગ કરી રહ્યા નથી, આપણે ક્યાં તો તેને દાન કરી રહ્યા છીએ, અથવા તો તેને વેચી રહ્યા છીએ, અને પોતાના લોકોને રસી આપી રહ્યા નથી, આ મામલમાં જવાબદાર લોકોમાં જવાબદારી અને તાત્કાલિક્તાની ભાવના હોવી જોઇએ.
હાઇકોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયાધિશો, અદાલતનો સ્ટાફ અને વકીલો સહિત ન્યાય પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ ફ્રન્ટ લાઇન વર્કર્સને વર્ગીકૃત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
READ ALSO
- શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર
- ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું
- લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ
- મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
