GSTV
India News Trending

પી.ચિદમ્બરમની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી, હજુ પણ રહેવું પડશે જેલમાં

આઈએનએક્સ મીડિયા કેસ મામલે પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી.ચિદમ્બરમની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતું નથી. દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી. ત્યારે તેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે.

આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડી સાથે જોડાયેલા મામલામાં હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. આ પહેલા ન્યાયાધીશ સુરેશ કૈતે ચિદમ્બરમ અને ઈડીની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પર 8 નવેમ્બરે પોતાનો આદેશ સુરક્ષિત રખ્યો હતો.

ઈડીએ જામીન અરજી પર જોરદાર વિરોધ કરીને દલીલ કરી હતી કે ચિદમ્બરન સાક્ષીઓને પ્રભાવિત કરવા તથા ધમકીઓ આપવાનો પ્રયાસ કરી શકે છે.

જેલમાં ચિદમ્બરમને અપાઈ રહેલાં ઈલાજથી પરિવાર અસંતુષ્ટ

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને હજુ પણ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી પર ચિદમ્બરમની કસ્ટડી 27 નવેમ્બર સુધી લંબાવી છે.

આ વચ્ચે ચિદમ્બરમના પરિવારે તિહાડ જેલમાં તેમને મળી રહેલા ઈલાજ પર અસંતોષ વ્યક્ત કર્યો. જેલવાસ દરમિયાન અત્યાર સુધીમાં ચિદમ્બરમનું વજન 8થી 9 કિલો સુધી ઘટી ગયું છે.

પરિવારનું કહેવું છે કે કોન્સ નામની બીમારીને કારણે તેમનું વજન સતત ઘટી રહ્યું છે. અને તેમને ઘણો કષ્ઠ વેઠવો પડી રહ્યો છે.

હૈદરાબાદના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નાગેશ્વર રેડ્ડીને તાત્કાલીક બતાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું. મહત્વનું છે કે પેટદર્દની ફરિયાદ પર તેમને બે વખત એમ્સ ખસેડાયા હતા.

Read Also

Related posts

શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો

Hina Vaja

Flipkart લાવ્યું બમ્પર Offer! અડધી કિંમતમાં મળી રહ્યો છે Samsung Galaxy S23, ધક્કા-મુક્કી કરીને ખરીદી રહ્યા છે લોકો

Siddhi Sheth

Amritpal Case: શું હોય છે Habeas Corpus, જેના પર HCએ સરકારને જારી કરી નોટિસ, ભારતના બંધારણમાં તેની શું છે વ્યવસ્થા?

Kaushal Pancholi
GSTV